#KNOWN - 19

(13)
  • 1.8k
  • 2
  • 894

પણ એક ખુશખબરી છે... તેનો મંત્ર મને ખબર પડી ગયો છે..... અનન્યાના ચહેરા ઉપર ખુશીની લહેર દોડી ગઈ. "સાચે!! તો ખોલ ને!! કોની રાહ જોવે છે??" અનન્યાએ ઉત્સાહિત સ્વરે કહ્યું. "અરે એમનેમ બોલવાથી નથી ખુલી જતું પુસ્તક. મને લાગે છે ત્યાં સુધી આ પુસ્તક ચૌદશે જ ખુલે છે. કાલીમાતાનું ચિત્ર પણ છે આમાં જો.. એનો મતલબ કે દર અંધારી ચૌદશે મંત્ર બોલવાથી જ આ ખુલે છે. મેં રિસર્ચ કરીને જોઈ લીધું છે." આદિત્યએ ખુલાસો કરતા કહ્યું. "તો હવે અંધારી ચૌદશ કયારે આવે છે??" "પરમદિવસે જ આવે છે. આજે બારસ થઇ. હું પણ ખૂબજ ઉત્સાહિત છું આને લઈને. કેમકે મેં લાસ્ટ