લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 8

  • 2.3k
  • 1
  • 684

પ્રકરણ - 8 ક્યારેક તમારા અંગત લોકો જ તમારી લાગણીઓને એ હદ સુધી ઘાયલ કરી દે છે કે એ પળે તમને તમારું અસ્તિત્વ જીવતી લાશ સમાન લાગે છે. "અમુક વાર તમે પોતે તમારું વર્તન કે શિષ્ટાચાર પસંદ નથી કરતા, તમારી આજુબાજુ રહેલી વ્યક્તિઓ અને તેમની હરકતો તમને એવા નિર્ણયો લેવા મજબૂર કરે છે..!!!", તેણીએ જવાબ આપ્યો. "પરંતુ મે ક્યારેય તને ગુસ્સે થતા કે મિજાજ ગુમાવતા જોઈ નથી." અનંતે વાત ચાલુ રાખી. "મારે શા માટે એવું કરવું જોઈએ ?" "કિસ્મત સાથે લડવાનું તો મેં ક્યારનું છોડી દીધું છે. છોડી દીધું છે મેં મારી રાહમાં આવનારા હરેક અવરોધો પર રુદન કરવાનું.