રાઈટ એંગલ - 35

(27)
  • 2.3k
  • 1
  • 1k

રાઈટ એંગલ પ્રકરણ–૩૫ ‘નેકસ્ટ ડેટ કંઇ છે?‘ ધ્યેયએ રાહુલને પૂછયું, ‘જી...દસ સપ્ટેમ્બર..‘ ‘ઓ.કે. તે અત્યાર સુધીમાં જે કાંઇ નોટ્સ કે ફાઇલ તૈયાર કરી છે તે બધી મારા ટેબલ પર મૂકી દે જે...હું કાલથી જ તૈયારી શરુ કરી દઇશ.‘ બીજા દિવસથી જ ધ્યેયએ લડાયક મૂડમાં એની તૈયારી શરુ કરી દીધી. પહેલાં તો એણે રાહુલે આ કેસ વિશે જે નોટ્સ તૈયાર કરી હતી તે પર નજર ફેરવી લીધી. આમ તો રાહુલ એની સલાહ મુજબ જ કામ કરતો હતો. પણ અત્યાર સુધી ધ્યેયને આશા હતી કે કોઈકને કોઇક રીતે કેસમાં સમાધાન થશે, કશિશ કદાચ એમને માફ કરી દેશે અથવા તો ઉદય કે મહેન્દ્રભાઇ