એક માસુમ બાળકી - 4

(17)
  • 2.3k
  • 2
  • 1.2k

"પ્લીઝ, મારે ત્યાં ફરી નથી જવું. તે લોકો બહું ગંદા છે. મારી પાસે ખરાબ ખરાબ કામ કરાવે છે." મારી બાહોમા છુપાઈ ને ધીમે અવાજે તે રડતા રડતા બોલી રહી હતી. મે તેમની પીઠ પર હાથ ફેરવ્યો ને તેમને શાંત કરવાની કોશિશ કરી. "તને કોઈ કહી નહીં મોકલે. તું હવે મારી સાથે રહેજે. " તેમના ચહેરા પર એક ખુશી પથરાઈ ગઈ. જાણે તે મારા આ શબ્દો જ સાંભળવા માગતી હોય. "બેટા, તે લોકો તારી પાસે શું શું કરવાતા હતા.......???"હું ચુપ બેસી ના શકું કેમકે મારે જાણવું હતું કે ખરેખર તેમની સાથે શું થયું હશે. "દીદી તે લોકો મને બહાર નાચવા મોકલે છે