એક માસુમ બાળકી - 6

(16)
  • 2.7k
  • 2
  • 1.3k

"કોણ છે શ્રેયા...???" હું ફોન કાનેથી હટાવી રહી હતી ત્યાં જ મમ્મીએ પુછી લીધું. "ખબર નહીં." હું મમ્મીને કંઈ વાત કરું તે પહેલાં જ મારા મોબાઈલ પર મેસેજ આવ્યો. તે અજાણ્યા નંબર પરથી જ હતો. મે તે મેસેજને ખોલ્યો તો તેમાં ખાલી તેમનું એડ્રેસ હતું. "મમ્મી, આ એડ્રેસ તો મારી ઓફિસની પાછળનું છે....!!મતલબ તે જે કોઈ પણ છે તે મને જાણે છે." હું મમ્મીને વધારે કંઈ વાત કરું ત્યાં ફરી તેમનો કોલ આવ્યો. મે ફોન ઉપાડયો. "એડ્રેસ મોકલી દીધું છે. કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ નહીં કરતા શ્રેયા મેડમ....... નહીંતર તુ તો ફસાઈ જ ગઈ છો. સાથે તારી સાથે જોડાયેલા લોકો પણ ફસાઈ