બંધ દરવાજા

  • 4.1k
  • 1
  • 1.2k

નાનકડો સોનું એની કિટ્ટી પાર્ટી માટે તૈયાર થતી મમ્મી પાસે જઈને કહેવા લાગ્યો, મમ્મી મને આ સબજેક્ટ માં થોડી સમજ નથી પડતી પ્લીઝ સમજાવને. અરે બેટા સ્કૂલ માં કેમ ટીચર ને ના પૂછ્યું? મમ્મી લિપસ્ટિક લગાવવામાં વ્યસ્ત થતી બોલી. મમ્મી પણ મેમ એ હોમવર્કમાં આપ્યુ છે. તો પછી ટ્યુશન સાના માટે રાખ્યા છે દીકરા, ટ્યુશન સરને પૂછી લેજે, મમ્મી વાળ ઓળવામાં વ્યસ્ત થતી બોલી. મમ્મી આજે સાયન્સ ના ટ્યુશન નથી અને મારે એમાં જ પ્રોબ્લેમ છે અત્યારે. અરે બેટા મારે પાર્ટી માં જવાનું ખૂબ મોડું થાય છે, તું તારા ફ્રેન્ડ પીન્ટુ જોડેથી શીખ કંઇક, એ કેવો એનું બધું સ્ટડી જાતે કરે