રાઈટ એંગલ - 38

(40)
  • 2.7k
  • 2
  • 1.1k

રાઈટ એંગલ પ્રકરણ–૩૮ ‘સર...ગજબ કર્યો તમે હો...!‘ રાહુલનો અવાજ આવ્યો અને બન્નેએ નજર ફેરવી લીધી, ધ્યેયનો હાથ અધ્ધર હવામાં જ અટકી ગયો, ‘કબાબમાં હડ્ડી...‘ ધ્યેય ઘીમેથી બોલ્યો જે કશિશે સાંભળ્યું અને એ ખડખડાટ હસી પડી. કશિશના હાસ્યથી બેખબર રાહુલ તો કોર્ટમાં જે બન્યું તે વિશે ટિપણ્ણી કરતો રહ્યોં. ધ્યેય સર તમે તો આમ ને તમે તો તેમ. જે સાંભળવાનો કશિશ અને ધ્યેય બન્ને કંટાળો આવતો હતો. પણ રાહુલને સહન કર્યે જ છુટકો તે બેવ સમજતા હતા. ‘રિસેસ પછી રાહુલ તારે કેસ છે ને?‘ધ્યેય એને અટાકવા માટે કામ યાદ કરાવ્યું, ‘જી...સર...‘ ‘હા...તો બસ એની તૈયારી કર..‘ ધ્યેયના કહેવાથી રાહુલ તરત પોતાના