રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 35

(85)
  • 3.3k
  • 4
  • 1.5k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૫ અગ્નિરાજ રાજદરબારમાં પોતાનાં સંત્રીઓ સાથે બેસીને મેઘનાનાં વિવાહની વ્યવસ્થા સંબંધી ચર્ચાઓ કરી રહ્યો હતો. આ સમયે રાજા મહેન્દ્રસિંહ અને સાત્યકી પણ ત્યાં હાજર હતાં. બે દિવસ બાદ થનારાં વિવાહને લઈને બધાં ખૂબ ઉત્સાહિત જણાતાં હતાં. આ સમયે અચાનક ત્યાં આવેલાં એક વ્યક્તિને જોઈને બધાં અચરજભરી નજરે જોઈ રહ્યાં. અકીલા એ વ્યક્તિને જોતાં જ ઓળખી ગયો કે આ વ્યક્તિ તો પહેલા રત્નનગરીનાં સૈન્ય દળમાં સામેલ હતો. "મહારાજ અગ્નિરાજ માટે હું એક સંદેશો લઈને આવ્યો છું." આટલું કહી દુર્વાએ રુદ્રનો સંદેશો અગ્નિરાજને કહેવાનું શરૂ કર્યું. "પાતાળલોકનાં મહાન ચક્રવર્તી રાજા રુદ્રએ તમને યુદ્ધ માટે પડકાર ફેંક્યો છે.