એક માસુમ બાળકી - 9

(13)
  • 2.1k
  • 3
  • 1.1k

"તે વિશાલને ખરેખર.....!!" મારી આંખો ફરી છલકાઈ ગઈ. પ્રેમની લાગણી તે વિચારોને ફરી જીવીત કરી ગઈ. હું મમ્મી સામે જોઈ રહી ને મમ્મી મારા ચહેરાને તાકી રહી. અમારી બંનેની નજર એક નજરે થંભી ગઈ. આજે વિશ્વાસ મને ખુદ મારા પર જ નહોતો આવી રહયો કે હું આટલી કઠોર કેવી રીતે બની ગઈ. પણ તેના સિવાય બીજો રસ્તો પણ કયાં કંઈ હતો. ડર તો હજું દિલના ખુણામાં હતો જ કે કંઈક તે ખરેખર વિશાલને મારી ના દેઇ. પણ તેના કરતાં એક વાતની નવી આશ જાગી હતી કે ભગીરથ ને વિશાલ સાથે કોઈ મતલબ ના હતો. એટલે જ તો ફરી ડરાવાની