પ્રતિબિંબ - 28

(81)
  • 3.5k
  • 4
  • 1.6k

પ્રતિબિંબ પ્રકરણ - ૨૮ આરાધ્યા અને લીપી એ લોકોને નિયતિને પકડીને લાવતાં જોઈને બધાં એકદમ ઉભાં થઈ ગયાં. અક્ષી દોડતી સામે આવીને બોલી, " નાની શું થયું તમને ?? તમારી તબિયત અચાનક કેમ ખરાબ થઈ ગઈ." નિયતિ કંઈ જ બોલી ન શકી. એણે ઈશારામાં ઈતિ પાસે એને લઈ જવાનું કહ્યું. નિયતિ ઈતિ પાસે જઈને બેસી. ધીમેથી ગળામાં દોરી વડે લગાડેલા ચશ્મા પહેર્યા અને હાથમાં રહેલું પડીકું ખોલ્યું. બધાંની નજર ત્યાં જ છે કે પડીકામાં શું છે અને એ શું કરી રહ્યાં છે ?? એ પડીકામાં તો લાલ રંગનું કંકુ જેવું દેખાયું...એણે એ હાથમાં લઈને ઈતિ ના ચહેરા પર લગાડી દીધું.