પ્રતિબિંબ - 31

(80)
  • 4.2k
  • 7
  • 1.6k

પ્રતિબિંબ પ્રકરણ - ૩૧ હિયાને એકવાર આંખો ચોળીને બરાબર ખાત્રી કરતાં જોયું કે સામે આટલું રડતી હતી એ બીજું કોઈ નહીં પણ અક્ષી જ છે. એને કોઈ સાથે થોડી આડકતરી વાત સંભળાઈ પણ શા માટે રડી રહી છે એવું બહુ સ્પષ્ટ ન થયું. હિયાન : " અક્ષી તું કેમ રડી રહી છે ?? " અક્ષી રડતાં રડતાં કંઈ પણ બોલે એ પહેલાં એને સામેથી કોઈ છોકરાનો અવાજ સંભળાયો, " તું સ્માર્ટ બનવાની જરાં પણ કોશિષ ના કરીશ.ખબર છે ને નહીં તો એ વિડીયો મારી પાસે જ છે... હું તો આ ઈન્ટરનેટની દુનિયાનો એક માસ્ટર છું...ખબર છે ને તને ?? "