હું તારી યાદમાં 2 - (ભાગ-૧૧)

(26)
  • 3k
  • 1k

આજે પણ સવારે રૂટિન સમય મુજબ ૭ વાગ્યે મારા મોબાઈલનો એલાર્મ વાગવા લાગ્યો અને હું જાગીને ઉભો થયો. ફ્રેશ થયો અને ચા-નાસ્તો કરીને પોતાના રૂટિન સમય પર ઓફિસ જવા માટે નીકળી પડ્યો. આજે વધુ કામ ના હોવાના કારણે વહેલું ઓફિસ જવું જરૂરી નહોતું એટલે હું આરામથી ઘરેથી નીકળ્યો હતો. રસ્તામાં ટ્રાફિકનો સામનો કરતા-કરતા અને અમુક ટ્રાફિકને અમદાવાદની સ્ટાઇલમાં બાઈક ગમે ત્યાંથી કાઢીને નીકળતા-નીકળતા હું મારા રેગ્યુલર ટાઈમ પર ઓફિસ પહોંચી ગયો. આજે ઓફિસમાં બધા એમ્પ્લોયી આવી ગયા હતા અને હું છેલ્લે બાકી રહ્યો હતો. શિખા પણ પોતાના સમય પર આવી ગઈ હતી. હું એકજ આજે છેલ્લો હતો. ક્યારેક ક્યારેક લાગતું