બાળપણ ની એ ધૂંધળી યાદો

  • 7.2k
  • 1.4k

નાનપણ ની ઘણી યાદો હોય છે જે ધૂંધળી ધૂંધળી યાદ હોય છે આપણને, એમાંથી ઘણી યાદો એવી હોય છે જે હંમેશા આપડી સાથે રહે છે એમાંથી જ એક યાદ હું અહીં રજૂ કરવા જઈ રહી છું. ગુજરાત ના એક નાનકડા ગામ થી મોટા શહેર માં અમે શિફ્ટ થયા, પપ્પા અમને ભાઈ બહેનો ને સારું શિક્ષણ આપવા માંગતા હતા માટે. શહેર ની મોટી શાળા માં એડમીશન પણ થઈ ગયું. બહુ ખુશ હતી હું સાથે ગભરાતી પણ હતી, મોટું શહેર મોટી શાળા કેવું હશે ત્યાંનું વાતાવરણ, શાળાના બાળકો અને શિક્ષકો. શાળાના હાઈ ફાઈ બાળકો મને એક ગામની છોકરી ને કેવી રીતે સ્વીકારશે