પ્રાર્થના, પૂજા પાઠ

  • 2.8k
  • 936

પ્રાર્થના, પૂજા પાઠઆપણા ધર્મ અને શાસ્ત્રોમાં પૂજાનું ઘણું મહત્વ છે. પૂજાપાઠ દ્વારા સુપ્રીમ પાવર , પરમાત્મા અને ભગવાન સાથે કોઈ જાતનું જોડાણ કરવાનો પ્રયત્ન હોય છે. એ જોડાણ કરીને એમની સમક્ષ જાતજાતની આજીજીઓ, માગણીઓ મુકવામાં આવતી હોય છે. મોક્ષની પણ વિનંતી કરવામાં આવે છે, પ્રમોશન, બિઝનેશ વધે, સમૃદ્ધિ વધે , નોકરી મળે એવી ઈશ્વરને વિનંતી કરવામાં આવે છે. પૂજા પહેલા અને પછી ભગવાનને પ્રસાદી ચડાવવાની હોય છે, ધજા પણ ચડાવાય છે. એક ભાવના હોય કે આ બધું સ્વીકારી ભગવાન ખુશ થાય, રાજી થાય અને પ્રાર્થના સ્વીકારે. પૂજા અને પ્રાર્થના હવે જાતજાતની વિધીઓ, રિવાજોમાં તબદીલ થઈ ગયો છે. મૂર્તિની આજુબાજુ ચક્કર