નિષ્ફળતા એટલે આત્મહત્યા?

  • 3.3k
  • 842

નિષ્ફળતા એટલે આત્મહત્યા? દશમાં ધોરણની પરીક્ષાઓ પતવા આવી હતી.લગભગ એકાદ પેપર બાકી રહી ગયું હતું.છોકરાઓ પરીક્ષા પુરી થવાની ખુશીમાં હતા.અને પોતે વેકેશનમાં ક્યાં જવું તેની ચર્ચા કરી રહ્યા હતા. આખરે પરીક્ષા પુરી થઈ ગઈ,અમુક છોકરાઓ પોતાના મામાને ત્યાં,તો અમુક પોતાના ફઈને ત્યાં રોકાવા જતા રહ્યા,તો અમુક પોતાને ઘરે જ વેકેશનની મોજ માણવા લાગ્યા.છોકરાઓ એ ખૂબ મોજ-મજા કરી રહ્યા હતા, અને ભરપૂર રીતે આ વેકેશન ને માણી રહ્યા હતા. હવે વેકેશનના પણ બે-એક જેટલા મહિના થવા આવ્યા હતા અને તેનું રિજલ્ટ પણ હવે થોડાક દિવસો એટલ કે લગભગ એકાદ અઠવાડિયામાં આવવાનું હતું.