તરસ પ્રેમની - ૩૭

(70)
  • 6k
  • 4
  • 1.8k

મેહા ઘરે જઈ વિચારમાં પડી ગઈ કે રજત સાથે ફાર્મ હાઉસ પર જવું કે નહીં. આખરે મેહાએ નિર્ણય લીધો કે જે થવાનું હોય તે થાય પણ હું રજત સાથે ફાર્મ હાઉસ પર જઈશ. રવિવારે સાંજે ફાર્મ હાઉસ પર જવાનું નક્કી થયું.રજત સાથે મેહા ફાર્મ હાઉસ પહોંચે છે. મેહા બેડ પર બેસે છે. રજત દરવાજાની સ્ટોપર મારી દે છે. મેહાનું દિલ ધક ધક કરતું હતું. મેહાને થોડો ડર પણ લાગતો હતો. મેહા સ્વગત જ બોલે છે "મેહા એમાં ડરવાની શું જરૂર છે? તું ના પાડીશ તો રજત તને ટચ પણ નહીં કરે." રજત મેહાની પાસે આવ્યો. રજતે