લંચ બોક્સ

(12)
  • 4.9k
  • 2
  • 1.5k

બેટા સ્મિત આજે પાછું લંચ બોક્સ ભરેલું પાછું લઇ આવ્યો? સ્મિતના સ્કૂલ બેગમાંથી એનું લંચ બોક્સ નીકળતા નેહા એ બૂમ પાડી. આ સાંભળી આઠ વર્ષનો સ્મિત એના રૂમ માં ભાગી ગયો, મમ્મીની આ રોજ રોજ ની લંચ બોક્સ નીં માથાકૂટ માથી બચવાજ સ્તો. અરે ઊભો રે આજે તો તારે મારુ સાંભળવું જ પડશે, રોજ રોજ તારો આ લંચ બોક્સ ભરેલો પાછો આવે છે, હે ભગવાન શું કરું આ છોકરાનું હવે, ક્યારે એ સરખું ખાતા શીખશે, બોલતા નેહા સ્મિતના રૂમમાં જાય છે. નેહા: બેટા સ્મિત તું લંચ બોક્સ ખાતો કેમ નથી, એકતો હું આટલું વહેલા ઊઠી તારા માટે લંચ બનવું છું