અસ્તિત્વ ની શોધ માં

  • 2.8k
  • 888

રવિવારની એ વહેલી ખુશનુમા સવારમાં રીટા એના હાઈ રાઈઝ એપાર્ટમેન્ટમાં હાથ માં ચાનો કપ લઈ બાલ્કની માંથી રિવરફ્રન્ટ વ્યુ નો નજારો માણી રહી હતી. રવિવાર ની સવારે પણ ઘણી બધી ચહલ પહલ નજર આવી રહી હતી, વડીલો મોર્નિંગ વોક માટે નીકળેલા તો યુવાનો સાઇકલ રાઇડિંગ કે જોગિંગ કરતાં હતાં. તો કેટલા યુગલો પાળી પર બેસી એકબીજાનો સાથ માણી રહ્યા હતા. એક યુગલ ને જોઈ ને રીટા પોતાના ભૂતકાળ માં ખોવાઈ ગઈ. આજે રીટા બહુ ખુશ હતી, અને ખુશ કેમ ના હોય એની એમબીએ ની ડીગ્રી જો મળી હતી આજે, એનું પરિણામ બહુજ સરસ આવ્યું હતું અને એને એના ક્લાસ માં