astitvani shodhma books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વ ની શોધ માં

રવિવારની એ વહેલી ખુશનુમા સવારમાં રીટા એના હાઈ રાઈઝ એપાર્ટમેન્ટમાં હાથ માં ચાનો કપ લઈ બાલ્કની માંથી રિવરફ્રન્ટ વ્યુ નો નજારો માણી રહી હતી.

રવિવાર ની સવારે પણ ઘણી બધી ચહલ પહલ નજર આવી રહી હતી, વડીલો મોર્નિંગ વોક માટે નીકળેલા તો યુવાનો સાઇકલ રાઇડિંગ કે જોગિંગ કરતાં હતાં. તો કેટલા યુગલો પાળી પર બેસી એકબીજાનો સાથ માણી રહ્યા હતા. એક યુગલ ને જોઈ ને રીટા પોતાના ભૂતકાળ માં ખોવાઈ ગઈ.

આજે રીટા બહુ ખુશ હતી, અને ખુશ કેમ ના હોય એની એમબીએ ની ડીગ્રી જો મળી હતી આજે, એનું પરિણામ બહુજ સરસ આવ્યું હતું અને એને એના ક્લાસ માં ટોપ કર્યું હતું એનું વર્ષોનું સપનું આજે સાકાર થયું હતું.

આ ખુશીના સમાચાર આપવા એણે પોતાના ફિયાન્સ કેતન ને કાંકરિયા મળવા બોલાવ્યો હતો. કાંકરિયા નું આહ્લાદક મોસમ માણતિ એ કેતન ની રાહ જોઈ રહી હતી અને ત્યાંજ કોઈએ પાછળથી એની આંખો બંધ કરી, અને એ સ્પર્શથી જ એ જાણી ગઈ કેં એ કેતન જ છે.

રીટા: કેતન મને ખબર છે કે તુજ છો.

કેતન: યાર તને કેવીરીતે હમેંશા ખબર પડી જાય છે કે હુજ છું.

રીટા: કેમ કે આઇ લવ યુ. અને તને તો હું સ્વાસ માત્ર થી જ ઓળખી શકું છું.

કેતન: એટલે જ તો હું તને આટલો પ્રેમ કરું છું. હું બઉ નસીબદાર છું કે તું મારી લાઇફ પાર્ટનર બનીશ.

રીટા: શું તમે પણ મને ચણાના ઝાડ પર ના ચડાવશો.

કેતન: તારા જેવી સ્માર્ટ અને શિક્ષિત છોકરી લાઇફ પાર્ટનર બને તો કોઈ પણ પોતાને ભાગ્યશાળી જ માને. અને હા કોગ્રેચૂલેશન માય સ્વીટહાર્ટ ક્લાસ માં ટોપ કરવા અને એમબીએ બનવા માટે.

રીટા: thank you. અને હા બીજા પણ સરસ ન્યૂઝ અમારી કૉલેજ માં જે પ્લેસમેન્ટ થયું હતું એમાંથી મારું સીલેકશન પુના અને બેંગલોર ની બે કંપનીઓ માં થઇ ગયું છે. આઇ એમ સો હેપ્પી.

હમમ, કેતન નો નિરુત્સાહી અવાજ સાંભળી ને રીટા બોલી, કેમ શું થયું તને ખુશી નાં થઈ.

કેતન રીટા નો હાથ હાથ માં લઇ બોલ્યો, જો રીટા તારું સ્ટડી પતી ગયું અને થોડા ટાઈમ પછી આપડા લગ્નઃ પણ થશે, તું સમજ તારે લગ્નઃ પછી તો અમદાવાદ જ રહેવું પડશે ને, તો પછી તું બહાર જોબ કરવા શું કામ જવા માંગે છે, અને તારે જોબ કરવાની જરૂર પણ નથી આપડે એટલી સુખ સગવડ છે.
તું તારે જોબ ના ચક્કર છોડી આપડા લગ્નઃ ની તૈયારી ચાલુ કર અને મોજ કર.

રીટા: કેતન આ તું બોલે છે,તે મને એટલા માટે તો પસંદ કરી હતી કે હું સારું એજ્યુકેશન ધરાવું છું, મે તમને આપડી પ્રથમ મુલાકાત માં જણાવ્યું હતું કે હું મારું કેરિયર ટોપ કંપની માં સેલ્સ એન્ડ માર્કેટિંગ ફિલ્ડ માં બનવા માંગુ છુ,અને એટલે તો મે એમબીએ કર્યું અને મારા ક્લાસ માં ટોપ પણ કર્યું,લોકો સારી કંપની માં જોબ કરવાના સપના જોતા હોય છે અને મનેતો સામેથી આ ઓફર મળી છે. આ મારું નાનપણ થીજ સપનુ હતું.અને તે કેટલું આસાનીથી કહી દીધું કે જોબ નું સપનું છોડ.

કેતન: અરે તું તો બઉ સિરિયસ થઈ ગઈ, મારો તને હર્ટ કરવાનો કોઈ ઈરાદો નહોતો, પણ તું પણ સમજ થોડા સમય પછી આપડા લગ્નઃ છે અને પછી તો તારે અહીજ સેટલ થવું પડશે ને, હું મારી આટલી સારી જોબ છોડી બીજા કોઈ શહેર માં તારી સાથે નાજ જઈ શકું ને. આ કંપની માં મને આગળ વધવાના બહુ જ સારા ચાંસ છે. અને મારા મમ્મી પપ્પા નું પણ વિચારવું પડે ને આપડે.

રીટા: પણ કેતન.....

કેતન: પણ બણ કંઈ નઈ, જો તારે જોબ કરવી જ હોય તો અમદાવાદ માં જ કરી લે હું ક્યાં ના પાડું છું, જો તું ઘર અને જોબ બેઉ સાંભળી શકે તો તને કોઈ નઈ રોકે. અને ચાલ હવે એક મસ્ત સ્માઈલ આપી દે.

અને રીટા એ પ્લેસમેન્ટ ઓફર ભૂલી જઈ અમદાવાદ માં જ કોઈ સારી જોબ ગોતી.

થોડા સમય પછી એના અને કેતન ના લગ્ન પણ થઇ ગયા.
અને ત્યાર બાદ બે બાળકો પણ, કેતન ની અને ઘર ની જવાબદારી માં એનું મોટી કંપની માં કામ કરી કેરિયર બનવાનું સપનું સપનું જ રહી ગયું અને જોબ પણ છોડી દેવી પડી.

આમતો બહુ ખુશ હતી રીટા, કેતન એને બહુ જ પ્રેમ કરતો હતો બાળકો પણ સંસ્કારી હતા, કેતનને એનીજ કંપની માં એમ ડી ની પોસ્ટ પર પ્રમોશન થઈ ગયું હતું. અને બાળકો પણ મોટા થવા લાગ્યા હતા, ઘર અને બાળકોમાં સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ નાં રહી.

અને આજે એના બેઉ બાળકો એમની લાઇફ માં સેટલ થઈ ગયા, દીકરી પરણી ને મુંબઇ છે તો દીકરો અને વહુ પૂને.

બાલ્કની માં ચા પીતા પીતા રીટા ઉંમર ના આ પડાવમાં આ બધા વચ્ચે એના પોતાના અસ્તિત્વ ને શોધી જ રહી હતી, ત્યાં જ મોબાઈલ ની રીંગ એ એને વર્તમાન માં લાવી દીધી.

મોબાઈલ માં વહુ દીકરી નામ ફ્લેશ થતાંજ એના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું અને એને મોબાઈલ ઉઠાવ્યો.

રીટા: ગુડ મોર્નિંગ મીતા બેટા.

મીતા: વેરી ગુડ મોર્નિંગ મમ્માં. આજે તમારી બહુંયાદ આવે છે.

રીટા: અરે શું થયું દીકરા?

મીતા: અરે મમ્માં, બહુજ સરસ ન્યૂઝ છે, મને ઓફિસ માં પ્રમોશન મળ્યું છે અને હવે હું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ માં હેડ છું, કાલે જ મારા બોસ એ મને આ ખુશખર આપ્યા, એટલે હું સવાર સવાર માં મને રોકી ના શકી તમને આ ન્યૂઝ આપવા. આખરે તમારા સપોર્ટ થી જ હું મનન ને મનાવી શકી પૂને શિફ્ટ થવા માટે, નહી તો મારું આ સપનું ક્યારેય ના પૂરું થતું.ઠેંક યું વેરી મચ.

અને રીટા ની અસ્તિત્વ ની શોધ અહી પુરી થઈ, એની વહુની પાંખો માં.

મિત્રો, મારી આ રચના એ તમામ સ્ત્રીઓ ને સમર્પિત છે જેમણે કોઈ ને કોઈ સંજોગોમાં પોતાનું અસ્તિત્વ ભુલાવી દીધું છે, ચાહે એ કોઈ ગૃહિણી હોય કે પછી વર્કિંગ વુમન, એ બધાનું અસ્તિત્વ ક્યાંય ને ક્યાંય ભુલાઈ જાય છે એમના સંસાર ના ઉપવન ને સજાવવામાં. પણ તમે તમારા ઘર ની દીકરી અને વહુ ના અસ્તિત્વને જરૂર અપાવી શકો છો તમારા સપોર્ટ અને પ્રેમ થી.



************************

Dhruti Mehta (અસમંજસ)