બે પેઢીઓને જોડતો સમજ સેતુ - 1

  • 1.9k
  • 544

1. બે પેઢીઓને જોડતો સમજસેતુ મસ્તી અને રમત ગમતથી વીતી જતી અવસ્થા એટલે બાળપણ.અસંખ્ય સપનાંઓ આંખે હોય,વડીલોની ઠપકા અથવા મારનો ડર હોય તે બાળપણ.માસૂમિયત ચહેરા પર છલકાતી હોય છે.તારું અને મારું,નાની નાની વાતમાં ઝગડા,મારામારી,રમતમાં અંચાય કરવી,વાતવાતમાં રીસાઈ જવું,કીટ્ટા બુચ્ચામાં જ આ સમય વીતી જાય છે.ખબર જ નથી પડતી.વડીલો એજ તેમને સારા નરસાનો ખ્યાલ આપવાનો હોય છે. છોડ જ્યારે કુમણો હોય ત્યારે વાળીએ તેમ વળે છે,તેમ નાના બાળકો પણ કુમણા છોડ જેવાં જ હોય છે.જેમ વાળો તેમ વળે,પણ સમય જ્યારે હાથમાંથી નિકળે છે,ત્યારે બહુ મોડુ