વિર આહીર વિહાદાદા ડેર

  • 5.3k
  • 1.2k

વિર આહીર વિહાદાદા ડેર એજી સાયબા ચિતલ શે’રની એવી ચુંદડીયુ વખણાય રે ..ભાતીગળ ચુંદડીયુ વખણાય…ચિતલની ધરતી એવી, પવિતર પ્રેમ ધેનુડી…—> આ ગિત સાથે જ વાત યાદ આવે ચિતલની ધરતીના મોતી સમાન આહિર વિહા ડેરની. વિહો કોણ? વિહો દાદા ભોળાનાથનો પરમ ભક્ત. આથી વિશેષ ઓળખાણ બીજી શી હોય… પણ, જ્યારે એ ભોળીયાના ભક્તે કાળ ભૈરવની જેમ યુદ્ધમા હાહાકાર મચાવ્યો, ત્યારે એ બીજી રિતે ઓળખાયો..—> વિહાનો જન્મ ચિતલ શહેરના નાના એવા ખોરડામા થયો. પણ નાનપણથી જ ભેરૂઓ હારે રમવાના બદલે ખાંડાના ખેલ ખેલવા મશગુલ. અને રોજ સુર્યોદય ટાણે હાથમા ત્રાબાના લોટામા જળ ભરીને, હાથમા ફુલ અને બિલ્વપત્ર લઈ ધારેશ્વર દાદાના મંદિરે જાય અને