પ્રતિશોધ પ્રથમ અંક - 19

(200)
  • 6k
  • 5
  • 3.4k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:19 ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન "સમીરનું લોકેટ..!" રાઘવના મુખેથી આ શબ્દ સાંભળી આશ્ચર્યાઘાત સાથે સંધ્યાએ કહ્યું. માંડ શાંત પડેલી આધ્યા સમીરના લોકેટનાં એ મૃતદેહ જોડેથી મળવાની વાત સાંભળી બેબાકળી થઈને કલ્પાંત કરવા લાગી. આધ્યાની બહેન જાનકી અને રેહાના મળીને પણ એને કાબુમાં રાખવામાં અસમર્થ હતાં. "દીદી, આમ રડવાનું બંધ કરો..?" જાનકીએ રડમસ સ્વરે કહ્યું. "જાનકી..મારી સામે સમીરનો મૃતદેહ પડ્યો છે અને તું મને એમ કહે છે હું રડવાનું બંધ કરું.." રડતાં-રડતાં આધ્યાએ કહ્યું. "મને આ દુનિયામાં એકલી મૂકીને સમીર ચાલ્યો ગયો..હવે શું જીવીને શું કરીશ." જે આધ્યા સમીર જોડે ડાયવોર્સ લેવાનાં કાગળિયાં પણ તૈયાર કરી ચૂકી હતી