Love Is A Dream Chapter 8 9

  • 2k
  • 676

Chapter-8 “તો ક્યાં છે મારી ગિફ્ટ?” રિદ્ધિ ખુરશી ઉપર બેસી અને મારા ખાલી હાથને જોઈને પૂછ્યું. “અત્યારે નય, રાત્રે હું ઘરે આવીશ ત્યારે લઈ આવીશ” હું રિદ્ધિની સામે ખુરશીમાં બેસી ગયો અને રિદ્ધિના ઉત્સાહી ચહેરા સામે જોતાં કહ્યું. “તું બોવ હેરાન કરે છે,… મને તો એમ હતું કે આપણે અહિયાં ડિનરમાટે મલશું અને તું રોમેંન્ટીક અંદાજમાં મને હાથમાં ડ્રેસ આપીશ, પણ તેતો સત્યાનાશ કરી નાખ્યું” રિદ્ધિએ એના સુંદર ચહેરા ઉપર માસૂમ ગુસ્સો ચડાવી, બંને હાથે આટી વાળતા કહ્યું. “આઇ લવ યૂ રિધુ,,” મેં ટેબલની વચ્ચે રાખેલ ફૂલોના ગુલદસતામાંથી ગુલાબના ફૂલને બાર કાડયું અને રિદ્ધિની ખુરશીની નજીક મારા ડાબા પગના ઘૂંટણ