ભોંયરાનો ભેદ - 5

(32)
  • 4.8k
  • 1
  • 2.6k

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૫ : આલાને બદલે માલો ! દરિયાનાં પાણી અહીં ઠીકઠાક ઊંડાં હતાં. ઊંડાં પાણી હોય ત્યાં જ ધક્કો બંધાય છે, જેથી હોડીનું તળિયું ઘસાય નહિ. એટલે આ પાણીમાં જેને તરતાં આવડતું ન હોય તે ડૂબી જાય. ફાલ્ગુનીને તો બરાબર તરતાં આવડતું હતું, પણ મીના તરત જ ડૂબકાં ખાવા લાગી. એક તો શરીરે જરાક ભારે, અને તરતાં તો કદી શીખેલી નહિ. એણે આમતેમ હાથપગ વીંઝીને પાણી તો ઉડાડવા માંડ્યું. પણ એથી શું વળે ? એણે પાણી ગળતાં ગળતાં મરણચીસો પાડવા માંડી. શીલા એકદમ તરતી તરતી એની નજીક પહોંચી ગઈ અને બૂમ પાડીને કહેવા લાગી, ‘મીના