સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૭ 

(27)
  • 4k
  • 3
  • 1.3k

ભાગ :- ૧૭ આપણે સોળમાં ભાગમાં જોયું કે સાર્થક પોતાના CA મિત્ર અભય સાથે મળી એકાઉન્ટ કન્સલ્ટેશન ઓફિસ ખોલે છે. સૃષ્ટિ પણ સાર્થકને આ કામમાં પોતાના મિત્ર રાકેશની મદદથી ફાઇનાન્સિયલ હેલ્પ કરે છે. પાયલ અને સૃષ્ટિ એને સાથ આપવા ત્યાં જોબ ચાલુ કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સૃષ્ટિ અને સાર્થક નવી ઓફિસમાં ખુબજ મહેનત સાથે કામ કરી રહ્યા હતા અને પોતાના ક્લાયન્ટને પણ ચોકસાઇથી ધ્યાન આપી રહ્યા હતા. સાથે એમને આમ એકબીજા સાથે સમય આપવો પણ ખુબજ ગમી રહ્યો હતો. આમને આમ ત્રણ મહિના વીતી ગયા પણ માત્ર ખર્ચાઓ નીકળી રહ્યા હતા. કોઈજ બચત થઈ રહી