દાદારાવ બિલહોરે

  • 2.4k
  • 786

2015 ની સાલ માં એક હિન્દી મૂવી આવી હતી, નામ હતું "ધી માઉન્ટેન મેન".બિહાર પાસે ગયા ના વતની એવા એક મજૂર ની આ જીવનકથા હતી.નામ હતું દશરથમાંઝી.જેણે પોતાની વહાલી પત્ની ના મૃત્યુ થી વ્યથિત થઈ ફકત છીણી અને હથોડા ની મદદથી પહાડ ચીરી ને માર્ગ બનાવ્યો હતો.કહે છે ને, ઈચ્છે તો આ દુનિયામાં કાળા માથા નો માનવી શું ના કરી શકે? અલબત્ત દશરથ માંઝી તો નસીબદાર કહેવાય કે એમણે કરેલા મહાકાર્ય ની નોંધ લેવાઈ ને એમની ઉપર મુવી પણ બની. બાકી આ દુનિયામાં અનેક લોકો નિષ્વાર્થભાવે લોકોની, સમાજની, માનવતાની અને દેશની સેવા રાતદિન કરે છે. આમાથી ઘણાંબધાંને કોઈ જાણતું નથી.