ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 31

  • 3.7k
  • 1k

શિક્ષકો માટે :- આદર્શ શિક્ષક એક વહેતી નદી જેવો છે. જેના મનમાં કોઈ નાતજાતના ભેદભાવ નથી. જેના સ્વભાવમાં પ્રવાહિતા છે. સર્વને સમાવી શકે તેવું વિશાળ હૃદય છે. સર્વને સમાનભાવે અને નિસ્વાર્થ ભાવે વહેંચવાની નદીવૃત્તિ છે. નદી માનવજાતના મેલ (શંકાઓ) ધુએ (દૂર કરે) છે. સ્વમાની એટલી કે જયાંથી નિકળી ત્યાં પાછી જાય નહિ. ને કવિને કહેવું પડે કે ‘કેવા સંજોગોમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.નદીને ‘મેં કર્યુ’ નો કોઈ ભાવ નહીં ને અહંકારનો છાંટો નહિ,મહાસાગરમાં ભળી જવાનું ને પોતાનું અસ્તિત્વ મીટાવી સર્મિપત થઈ જવાનું. ‘માસ્તર’ ખળખળ વહેતી સરિતા જેવો છે. નદીની ઉપમા મળવાથી માસ્તર