કલાકાર - 2

(94)
  • 5.4k
  • 5
  • 3.4k

કલાકાર ભાગ – 2લેખક – મેર મેહુલ દેવેન્દ્ર સફેદ સફારીમાં લાંબી ખુરશી પર બેસીને હુક્કો પીતો હતો. થોડીવાર પહેલાં મેનેજર સાથે વાત થઈ ત્યારથી તેને ચેન નહોતું પડતું એટલે તેણે એક માણસને મોકલીને તેનાં પાર્ટનર સંતોષ જાનીને બોલાવવા મોકલ્યો હતો. A.k. પાલિતાણામાં હતો એ વાત જાણી તેને આશ્ચર્ય થતું હતું અને દિપકે તેની સાથે દુશ્મની વહોરી લીધી એ વાતનો તેને ડર પણ લાગતો હતો. દિપક તેનો સગો ભાઈ નહોતો પણ દિપક સાથે તેનાં વર્ષોની મહેનત પછી ઉભા કરેલાં સામ્રાજ્ય પર ખતરો હતો એની તેને ચિંતા થતી હતી. થોડીવારમાં સંતોષ જાની તેની પાસે આવીને બેઠો. દેવેન્દ્રના કપાળ પર ઉપસી આવેલી