પુત્રી કે પુત્રવધુ : સમાનતા

(23)
  • 4.5k
  • 1
  • 1.1k

ઘરના બધા જ કામ પતી ગયા હતા એટલે હવે હું સંસ્થાનું કામ લઈને બેઠી. અવની થોડી વાર પહેલા જ ઓફિસ જવા નીકળી હતી. આજે ઘણા સમય પછી સાથે બેસીને જમ્યા હતા અમે બાકી એના ઓફિસના કામના કારણે એ જલ્દી નીકળી જતી અને મોડા પછી આવતી પણ આજે એનું મહત્વનું કામ પતી ગયું હોવાથી ખાસ કરીને મારા માટે મોડા ઓફિસ ગઈ હતી.હું ખુશ હતી કારણ કે મારી પુત્રી પોતાનું કામ અને ઘર બંને સંભાળી રહી હતી. હજુ હું મારું કામ શરૂ કરું એ પહેલા જ ઘરના બારણે ટકોરા પડ્યા. ટીકુ અંદર બાકીના કામ પતાવતી હતી એટલે મેં જ ઉભા થઈને બારણું