લાગણીની સુવાસ - 44

(53)
  • 4.9k
  • 5
  • 1.2k

સવારના સાડા નવ વાગ્યા હતાં પણ હજી મયુર નીચે આવ્યો ન હતો . બધા જ નાસ્તો કરવા ગોઠવાઈ ગયા હતાં.. મજાક મસ્તીને સામાન્ય વાતો ચાલતી હતી.. ત્યાં નયના બેને ભૂરીને મયુરને બોલાવી લાવવા કહ્યુ.. ભૂરી આજ મનથી શરમાતી મયુરના રૂમ તરફ ગઈ કેમકે ગઈ રાત પછી સંબંધો બદલાઈ ગયા હતાં... એટલે મયુર સામે જોતા એની ધડકનનો વધી જશે એ બોલી જ નઈ શકે એવુ એને લાગ્યા કરતું... વિચારોમાં એ રૂમમાં ગઈ.. મયુર તૈયાર થઈ ગયો હતો માથુ ઓળતો હતો ને ભૂરી અંદર આવી.. મયુરે એની સામે જોઈ એક સ્માઈલ આપી બન્નેની આંખો મળી