સુંદરી - પ્રકરણ ૧૬

(89)
  • 5.4k
  • 5
  • 3.6k

સોળ કાયમની જેમ વરુણ રેડ રોઝ રેસ્ટોરાંના પોતાના નિયત ટેબલ પર બેઠો અને સોનલબાના આવવાની રાહ જોવા લાગ્યો. ગયા વખતના અનુભવનો ઉપયોગ કરતાં તેણે તરતજ વેઈટર પાસે પોતાની પસંદગીનું કોલ્ડડ્રીંક મંગાવી લીધું જેથી સોનલબાને જો આવવામાં વાર લાગે તો વેઈટર તેને ઓર્ડર ન આપવા બદલ હેરાન ન કરે. વેઈટર પણ સમજી ગયો એટલે વરુણના તરતજ ઓર્ડર આપવાથી તેણે વરુણ સામે સ્મિત કર્યું જે વરુણ પણ સમજી જતાં તેણે પણ હસતાં હસતાં વેઈટરને આંખ મારી. પરંતુ આજે સોનલબા વરુણના ઓર્ડર આપવાની સાથેજ રેસ્ટોરાંમાં દાખલ થયા અને કાયમની જેમ તે સીધા જ વરુણના ટેબલ પર આવીને વરુણની સામેની ખુરશીમાં બેઠા. “બોલ ભઈલા,