OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

sundari the novel by siddharth chhaya by Siddharth Chhaya | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. સુંદરી - Novels
સુંદરી by Siddharth Chhaya in Gujarati
Novels

સુંદરી - Novels

by Siddharth Chhaya Matrubharti Verified in Gujarati Novel Episodes

(4.5k)
  • 78k

  • 120.2k

  • 152

‘સુંદરી’ દ્વારા મારી ઘરવાપસી નમસ્તે! માતૃભારતી એ મારા લેખનકાર્યનું ઘર છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. નવાસવા લેખકનો હાથ પકડવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે મહેન્દ્રભાઈએ મારો હાથ પકડ્યો એટલુંજ નહીં પરંતુ ત્યારબાદ સંબંધો એટલા મજબૂત ...Read Moreકે આજે હું બેધડક થઈને માતૃભારતીને મારું બીજું ઘર ગણાવી શકું છું. શાંતનુ, સૌમિત્ર અને સુનેહા લખ્યા બાદ અને માતૃભારતી પર પ્રકાશિત થયા બાદ સમયનું ચક્ર એવું તો ફરવા લાગ્યું કે અન્ય કાર્યોમાંથી નવલકથા લખવા માટે સમય જ ન મળ્યો. એવું નથી કે મેં સમય કાઢીને લખવાનો પ્રયાસ નથી કર્યો, બે-ત્રણ પ્લોટ જે મનમાં હતા તેને ધ્યાનમાં રાખીને વારાફરતી ત્રણ

Read Full Story
Download on Mobile

સુંદરી - પ્રકરણ ૧

(100)
  • 3.8k

  • 6.1k

‘સુંદરી’ દ્વારા મારી ઘરવાપસી નમસ્તે! માતૃભારતી એ મારા લેખનકાર્યનું ઘર છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. નવાસવા લેખકનો હાથ પકડવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે મહેન્દ્રભાઈએ મારો હાથ પકડ્યો એટલુંજ નહીં પરંતુ ત્યારબાદ સંબંધો એટલા મજબૂત ...Read Moreકે આજે હું બેધડક થઈને માતૃભારતીને મારું બીજું ઘર ગણાવી શકું છું. શાંતનુ, સૌમિત્ર અને સુનેહા લખ્યા બાદ અને માતૃભારતી પર પ્રકાશિત થયા બાદ સમયનું ચક્ર એવું તો ફરવા લાગ્યું કે અન્ય કાર્યોમાંથી નવલકથા લખવા માટે સમય જ ન મળ્યો. એવું નથી કે મેં સમય કાઢીને લખવાનો પ્રયાસ નથી કર્યો, બે-ત્રણ પ્લોટ જે મનમાં હતા તેને ધ્યાનમાં રાખીને વારાફરતી ત્રણ

  • Read

સુંદરી - પ્રકરણ ૨

(92)
  • 2.8k

  • 3k

બે ત્યાં જ બસ આવી અને બસ સ્ટેન્ડથી જરા દૂર ઉભી રહી એટલે વરુણ, કૃણાલ અને પેલી છોકરી ત્રણેયને થોડુંક દોડવું પડ્યું. સ્પોર્ટ્સમેન હોવાને લીધે વરુણ ઝડપથી દોડીને સહુથી પહેલો દરવાજા પાસે પહોંચી ગયો પરંતુ તે બસમાં ચડ્યો ...Read Moreજેવી પેલી છોકરી નજીક આવી એટલે તેના તરફ ઝૂકીને તેણે એને બસમાં પહેલા પ્રવેશ કરવાનો ઈશારો કર્યો. પેલી છોકરી હસી પડી અને કૃણાલે પોતાનું માથું પહેલા ડાબે-જમણે હલાવ્યું અને પછી કૂટ્યું! “ચલો, ચલો હવે ટાયલા પછી કરજો.” આ બધું જોઈ રહેલા કંડક્ટરે કહ્યું. પેલી છોકરીની પાછળ પાછળ વરુણ અને તેની પાછળ કૃણાલ ચડ્યો અને વરુણે કંડક્ટર સામે તીખી નજરે જોઇને

  • Read

સુંદરી - પ્રકરણ ૩

(88)
  • 2.5k

  • 2.8k

ત્રણ બંને કોલેજની લાઈબ્રેરીમાં ઘૂસી જ રહ્યા હતા કે સામે એક લગભગ પચાસ-પંચાવન વર્ષનો વ્યક્તિ તેમની સામે આવતા તેમણે જોયો. “એક્સક્યુઝ મી સર, શું તમે અમને કહી શકો રૂમ નંબર પાંત્રીસ ક્યાં છે?” વરુણે પેલા વ્યક્તિને પૂછ્યું. “ન્યુ ...Read Moreપેલાએ વળતો સવાલ કર્યો. “યસ, સર!” વરુણે સ્મિત સાથે જવાબ આપ્યો. “ધેન યુ શુડ હેવ ડન ધ ઈન્કવાયરી યસ્ટર ડે, નોટ ટેન મિનીટ્સ બિફોર ધ ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ્સ.” પેલા વ્યક્તિએ સહેજ કડક સૂર કાઢ્યો. “સર, કાલ તો જતી રહીને? હવે આજનું કાંઇક કરો ને?” વરુણ પોતાના મસ્તીભર્યા સ્વભાવને રોકી ન શક્યો. “રૂમ નંબર થર્ટી ફાઈવ, થર્ડ ફ્લોર.” પેલા વ્યક્તિને

  • Read

સુંદરી - પ્રકરણ ૪

(70)
  • 2.2k

  • 2.4k

ચાર “સરે, ફ્રી લેક્ચર આપી દીધું છે, તો નીચે જઈને ગામ ગપાટાં મારીએ એના કરતા અહીં જ બેસીને આપણે એકબીજાને ઇન્ટ્રો આપીએ તો? હવે ત્રણ વર્ષ ભેગા જ ભણવાનું છે ને?” પેલી છોકરીએ આઈડિયા આપ્યો. “વાહ, વાહ... આ ...Read Moreબહુ સરસ આઈડિયા છે. ત્રણ વર્ષ સાથે ભણવાનું પણ છે અને કોને ખબર આપણામાંથી ઘણા એકબીજાના જીવનભરના મિત્રો બની જઈએ? ચલો, તમારાથી જ શરુ કરીએ. ચલો બધા પોતપોતાની જગ્યાએ બેસી જઈએ.” વરુણને પેલી છોકરીનું નામ જાણવાની તીવ્ર ઈચ્છા થઇ રહી હતી એટલે તેની તરફ જોઇને તે બોલ્યો. બધા જ પોતપોતાની બેંચ પર બેસી ગયા પરંતુ ખાલી બેંચોની સંખ્યા ઘણી હતી

  • Read

સુંદરી - પ્રકરણ ૫

(76)
  • 2.2k

  • 2.5k

પાંચ “ના, ના તમારે જે કહેવું હોય તે કહો, બિન્ધાસ્ત!” વરુણે કહેતા તો કહી દીધું પરંતુ અંદરથી એનું હ્રદય પણ જોરજોરથી ધબકવા લાગ્યું એમ વિચારીને કે સોનલબા આખરે એને શું કહેશે અને એ પણ માત્ર અડધા-પોણા કલાકની નાનકડી ...Read Moreબાદ? “તમે સવારે જ્યારે લેક્ચરના રૂમમાં આમની સાથે, આઈ મીન કૃણાલ સાથે એન્ટર થયા ત્યારે તેમને જોતાની સાથે જ મારું હ્રદય બે ધબકારા ચૂકી ગયું હતું અને જ્યારે તમે તમારું નામ કહ્યું ત્યારે તો હું રીતસરની નર્વસ થઇ ગઈ હતી. હું આખી વાત કરું છું, પ્લીઝ ડોન્ટ ટેઈક મી અધરવાઈઝ.” સોનલબા થોડું રોકાયા. “ના, ના આઈ એમ ઓકે. પ્લીઝ ગો

  • Read

સુંદરી - પ્રકરણ ૬

(80)
  • 1.9k

  • 2.2k

છ “કેવો રહ્યો આજનો પહેલો દિવસ? રન બનાવ્યા કે પહેલે જ બોલે ક્લીન બોલ્ડ?” સાંજે લગભગ સાડાસાતે ઘરમાં ઘૂસતાં જ હર્ષદભાઈએ વરુણને સવાલ કર્યો. “તમને મેં સવારે જ કહ્યું હતું ને પપ્પા કે સમય આવે તમને હું અપડેટ ...Read Moreહજી તો આજે પહેલો દિવસ હતો!” વરુણે લગભગ ફરિયાદના સૂરમાં જવાબ આપ્યો. “દીકરા મારા, જે ખેલાડી એની પહેલી જ ઇનિંગમાં સેન્ચુરી બનાવે એ ઇતિહાસમાં અમર થઇ જતો હોય છે.” હર્ષદભાઈ સોફા પર બેસતા બોલ્યા. “પણ તમે નેટ પ્રેક્ટિસમાં સેન્ચુરી બનાવો તો એની કોઈજ વેલ્યુ નથી હોતી, બાપ મારા!” વરુણે ચેનલ બદલતા જવાબ આપ્યો. “કાન પકડ્યા...અને મને આનંદ થયો કે મારો

  • Read

સુંદરી - પ્રકરણ ૭

(73)
  • 1.9k

  • 2.3k

સાત “...પ્રોફેસર સુંદરી શેલત!” આટલું કહીને તેણે બધાં સામે એક મોહક સ્મિત વેર્યું. સુંદરી શેલત... વરુણની આ નવી પ્રોફેસર માત્ર છવ્વીસ કે સત્યાવીસ વર્ષની જ દેખાતી હતી. લંબગોળ ચહેરો હતો. આંખો નાની હતી અને તેના પરની ભ્રમરો બહુ ...Read Moreનહીં તો બહુ આછી પણ ન હતી. નાક છેક હોઠ સુધી પહોંચતું લાંબુ પણ તીણું નહીં, તેમ છતાં સપ્રમાણ. ગાલ બંને તરફથી ઉપસેલા અને ડાબા ગાલ પર બોલતી વખતે અને સ્મિત ફરકાવતી વખતે ખંજન પડતું હતું. દાઢીનો ભાગ પૂર્ણ અર્ધચંદ્રાકાર અને જાણેકે ભગવાને સુંદરીનો દાઢીનો ભાગ ખરેખર અર્ધચંદ્રાકાર જ રહે તેના પર ખૂબ મહેનત કરી હોય એવું લાગી રહ્યું હતું.

  • Read

સુંદરી - પ્રકરણ ૮

(73)
  • 1.8k

  • 2.1k

આઠ સુંદરીના કલાસરૂમમાંથી ગયા બાદ વિદ્યાર્થીઓ પણ એક પછી એક ક્લાસમાંથી રવાના થવા લાગ્યા, પરંતુ વરુણ પોતાના સ્થાનથી હલ્યો પણ નહીં. એ પેલા સુંદરી દ્વારા બંધ થયેલા બારણા તરફ સતત જોવા લાગ્યો. વિદ્યાર્થીઓના એક પછી એક જવાથી બારણું ...Read Moreબંધ થાય છે એની નોંધ સુદ્ધાં એણે ન લીધી. પરંતુ કૃણાલ અને સોનલબાએ તેની આ હાલતની નોંધ જરૂર લીધી. “ભઈલા, તારે આવવું નથી?” સોનલબા વરુણની સામે આવીને ઉભા રહ્યા અને બોલ્યા તો પણ વરુણ તો ટગર ટગર જોતો જ રહ્યો. વરુણની નજર સામે હજી પણ પેલો કાળો બંધ દરવાજો જ હતો, સોનલબા નહીં! “અલ્યા એય...લેક્ચર પૂરું અને કોલેજ પણ. ઘરે

  • Read

સુંદરી - પ્રકરણ ૯

(71)
  • 1.7k

  • 2.1k

નવ કૃણાલને વરુણે ધરપત તો આપી દીધી કે પોતે સુંદરીથી એટલો બધો આકર્ષિત નથી થયો, પરંતુ એ પોતાની જાતને આ અંગે ધરપત આપી શક્યો નહીં. ઘરે આવીને વરુણ સરખું જમ્યો પણ નહીં. ખબર નહીં પણ કેમ આજે તેને ...Read Moreપ્રકારની બેચેની થઇ રહી હતી. આજે તો રાગીણીબેનના એક રોટલી વધુ ખાવાના આગ્રહને પણ એ માની શક્યો નહીં. સાંજે ઈશાનીએ અલગ અલગ બાબતે વરુણની મજાક ઉડાવી તો એનો વળતો જવાબ પણ તેણે ન આપ્યો. અરે! આજે આખા દિવસમાં તેણે ઇશાનીને એક વખત પણ કાગડી કહીને ન બોલાવી! મોડી સાંજે હર્ષદભાઈએ પણ આદત અનુસાર વરુણની ટાંગ ખેંચવાના અસંખ્ય પ્રયાસ કર્યા પણ

  • Read

સુંદરી - પ્રકરણ ૧૦

(71)
  • 1.7k

  • 2.1k

દસ વરુણ સોનલબાને પોતાના મનમાં જે ગડમથલ ચાલી રહી છે તે કેવી રીતે રજુ કરશે એ બરોબર નક્કી કરે ત્યાં જ રેસ્ટોરન્ટનું બારણું ખુલ્યું અને સોનલબા એમાંથી અંદર પ્રવેશ્યા. વરુણે પોતાની જ બેઠક પરથી હાથ હલાવીને એમનું ધ્યાન ...Read Moreજવાબમાં સોનલબાએ સ્મિત આપ્યું. આજે સોનલબાએ સફેદ રંગના ફૂલોની ડિઝાઈન વાળા રાજસ્થાની ચણીયા ચોળી પહેર્યા હતા એના પર આછા ગુલાબી રંગની ઓઢણી હતી જેને તેમણે કાયમની જેમજ માથા પર ઓઢી હતી. આ પ્રકારના પહેરવેશમાં સોનલબા આટલી નાની ઉંમરે પણ જબરો ઠસ્સો ધરાવતા હતા. વરુણ ઓલરેડી એક ખુરશી પર બેસી ગયો હતો એટલે સોનલબા એની સામે એટલેકે રેસ્ટોરન્ટના દરવાજા તરફ પોતાની

  • Read

સુંદરી - પ્રકરણ ૧૧

(61)
  • 1.7k

  • 2k

અગિયાર “ના... ના... ના... એમ કાઈ હું તમારા પપ્પાને મળીને આવી વાતો થોડી કરું? એ પોલીસ કમિશનર છે.” ઉભા ઉભા જ વરુણ બંને હાથ જોરથી હલાવીને ઉભો ઉભો નકારમાં ડોકું હલાવીને બોલ્યો. “કેમ પોલીસ કમિશનર છે તો એ માણસ ...Read Moreએ કોઈના પિતા નથી? અનુભવી નથી?” સોનલબાએ ઠંડકથી જવાબ આપ્યો. “પણ કેવું લાગે? આઈ મીન... તમે તો મારી મુશ્કેલી વધારી દીધી મારી બેન.” વરુણ હજી પણ ઉભો જ હતો અને એના ચહેરા પરની ચિંતા વધી ગઈ હતી. “પહેલા તો તું બેસી જા અને પછી મારી વાત શાંતિથી સાંભળ. મારી વાત પત્યા પછી તારે જે નિર્ણય લેવો હોય તે લેજે, તેને

  • Read

સુંદરી - પ્રકરણ ૧૨

(69)
  • 1.6k

  • 1.9k

બાર “વરુણ...” વરુણ ઉપર નજર પડતાની સાથેજ પોતાના સ્થાને સ્થિર થઇ ગયેલા કિશનરાજ આપોઆપ બોલી પડ્યા. “મેં કહ્યું હતુંને પપ્પા કે મારો વરુણભાઈ બીજો ભાઈલોજ છે?” કિશનરાજની જમણી તરફ સહેજ દૂર ઉભેલા સોનલબાએ કહ્યું. કિશનરાજે પોતાના હાથમાં રહેલું છાપું ...Read Moreપડેલા સોફા પર ફેંકી દીધું અને વરુણ તરફ રીતસર દોડ્યા. વરુણ થોડો ઓસંખાયો પરંતુ તેની પાસે કિશનરાજની દોડને રોકવાનો કે ત્યાંથી ખસી જવાનો એક પણ વિકલ્પ હાથવગો ન હતો એટલે એ ધબકતા હ્રદયે ત્યાંજ ઉભો રહ્યો. કિશનરાજ વરુણ પાસે પહોંચીને થોડી વાર ઉભા રહ્યા અને તેને ઉપરથી નીચે સુધી નીરખ્યો અને પછી તેને ભેટી પડ્યા. પોલીસ અધિકારીના મજબૂત હાથ

  • Read

સુંદરી - પ્રકરણ ૧૩

(66)
  • 1.6k

  • 1.8k

તેર “એટલે એમ દીકરા, કે જો લાંબા સમય વીત્યા પછી પણ તારી સુંદરી પ્રત્યે પ્રેમની લાગણી જળવાઈ રહે તો તને તો એના પ્રત્યે આકર્ષણ નહીં પરંતુ પ્રેમ જ છે એ સાબિત થઇ જશે પણ શું એનાથી તને સુંદરીનો પ્રેમ ...Read Moreખરો?” કિશનરાજે વરુણની આંખમાં આંખ નાખીને કહ્યું. “તો પછી હું શું કરું?” વરુણને કિશનરાજના સવાલનો મતલબ સમજાતા સ્વાભાવિક પ્રશ્ન કર્યો. “જો વરુણ, પ્રેમ શબ્દની વ્યાખ્યા બહુ વિશાળ છે. પણ જો હું તેને સરળ કરી દઉં તો, તમે કોઈને પ્રેમ કરો તો એ વ્યક્તિ પણ તમને પ્રેમ કરે જ એ જરૂરી નથી. તારી અત્યારની જ પોઝીશનની જો વાત કરું તો એ

  • Read

સુંદરી - પ્રકરણ ૧૪

(65)
  • 1.5k

  • 2k

ચૌદ સુંદરી વારેવારે આકાશ તરફ જોઈ રહી હતી અને પોતાનો અત્યંત શ્વેત અને સપ્રમાણ હાથ લાંબો કરીને વરસાદનું જોર ધીમું પડ્યું કે કેમ એની તપાસ કરી રહી હતી. સુંદરીનો સુંદર હાથ વારેવારે વરસાદમાં હાથ લાંબો કરવાને કારણે સુંદરીના એ ...Read Moreહાથ પર જાણેકે ગુલાબના સફેદ ફૂલ પર ઝાકળ બાઝ્યાં હોય એવું દેખાઈ રહ્યું હતું, અને તે વરુણને વધુ બેચેન બનાવતો હતો, પરંતુ તેની પાસે મૂંગા રહેવા અને આ દ્રશ્યને સહન સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો. “હું વોશરૂમ જઈને આવું.” અચાનક જ કૃણાલે આ બંનેનું ધ્યાનભંગ કર્યું. વરુણે માથું હલાવીને કૃણાલની વાત નોંધી. કૃણાલે પોતાની બેગ વરુણને પકડાવી અને તે

  • Read

સુંદરી - પ્રકરણ ૧૫

(73)
  • 1.5k

  • 2k

પંદર સુંદરી આટલું બોલવાની સાથે પોતાના ઘર તરફ વળી. તે ભીંજાવા લાગી હતી અને તેણે દોડીને પોતાના ઘરનો ઝાંપો બંધ કર્યો અને ઘર તરફ દોડી. ઓટલા પર પહોંચીને તેણે ફરીથી વરુણ તરફ જોયું અને તેને હાથ હલાવીને આવજો કર્યું. ...Read Moreમાટે આજે એક પછી એક તેના તરફ ફેંકાયેલા પ્રેમના બાણ ઝીલવાનો દિવસ હતો. વરુણે પણ સામે હાથ હલાવીને સુંદરીને આવજો કર્યું. સુંદરીએ તેની હથેળી આગળ પાછળ કરીને વરુણને હવે વિદાય લેવાનો ઈશારો કર્યો. વરુણે પોતાનું ડોકું હલાવ્યું અને હેલ્મેટ પહેરી અને સુંદરીએ પહેરેલું જમ્પર પોતે ઓઢ્યું. અને તેને લાગ્યું કે જાણેકે તેને તેની પ્રિયતમાએ પોતાના આલિંગનમાં લઇ લીધો છે. વરુણને

  • Read

સુંદરી - પ્રકરણ ૧૬

(75)
  • 1.4k

  • 2k

સોળ કાયમની જેમ વરુણ રેડ રોઝ રેસ્ટોરાંના પોતાના નિયત ટેબલ પર બેઠો અને સોનલબાના આવવાની રાહ જોવા લાગ્યો. ગયા વખતના અનુભવનો ઉપયોગ કરતાં તેણે તરતજ વેઈટર પાસે પોતાની પસંદગીનું કોલ્ડડ્રીંક મંગાવી લીધું જેથી સોનલબાને જો આવવામાં વાર લાગે તો ...Read Moreતેને ઓર્ડર ન આપવા બદલ હેરાન ન કરે. વેઈટર પણ સમજી ગયો એટલે વરુણના તરતજ ઓર્ડર આપવાથી તેણે વરુણ સામે સ્મિત કર્યું જે વરુણ પણ સમજી જતાં તેણે પણ હસતાં હસતાં વેઈટરને આંખ મારી. પરંતુ આજે સોનલબા વરુણના ઓર્ડર આપવાની સાથેજ રેસ્ટોરાંમાં દાખલ થયા અને કાયમની જેમ તે સીધા જ વરુણના ટેબલ પર આવીને વરુણની સામેની ખુરશીમાં બેઠા. “બોલ ભઈલા,

  • Read

સુંદરી - પ્રકરણ ૧૭

(68)
  • 1.4k

  • 1.8k

સત્તર રેસ્ટોરન્ટની બહાર નીકળીને સોનલબાથી છૂટા પડીને વરુણ સીધો જ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી શહેર પોલીસ કમિશનરની ઓફિસે પહોંચી ગયો. કિશનરાજે અગાઉથી જ માહિતી આપી દીધી હોવાથી વરુણને કમિશનરના રીસેપ્શન એરિયા સુધી પહોંચવામાં બિલકુલ તકલીફ ન પડી. પરંતુ તે ...Read Moreકિશનરાજને મળવા કોઈ આવ્યું હોવાથી તેને થોડો સમય રાહ જોવાનું કહેવામાં આવ્યું. આ સમય દરમ્યાન વરુણ વિચારવા લાગ્યો કે તે કેવી રીતે કિશનરાજ સમક્ષ પોતાની વાત રજુ કરશે કે જેથી કિશનરાજ તેને સાચી સલાહ આપી શકે. પોતે કિશનરાજને શું કહેશે અને શું નહીં તે અંગે વરુણે અસંખ્ય વિકલ્પો વિચારી દીધા. લગભગ પંદરથી વીસ મિનીટ વીતી ગયા બાદ વરુણને કિશનરાજની ચેમ્બરમાં

  • Read

સુંદરી - પ્રકરણ ૧૮

(71)
  • 1.5k

  • 2k

અઢાર “ઘણા દિવસે તને ટાઈમ મળ્યો આ વખતે તો? એટલી તો કેટલી બીઝી રહે છે?” સુંદરીને તેની જ કોલેજના સિનીયર પ્રોફેસર અરુણા પટેલે તેને સવાલ કરતા પૂછ્યું. અરુણા પટેલ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા અને સુંદરી જ્યારે એ જ ...Read Moreવિદ્યાર્થી હતી ત્યારે તેની મનગમતી વિદ્યાર્થીનીઓમાંથી એક હતી. ભલે સુંદરીનો મુખ્ય વિષય ઈતિહાસ હતો પરંતુ તેણે ફર્સ્ટ સબસીડરી તરીકે અંગ્રેજી પસંદ કર્યું હતું અને અરુણાબેન સાથે તેણે બે વર્ષ એ રીતે પસાર કર્યા હતા. અરુણાબેન સુંદરીની મા ની ખોટ પૂરી કરતા હતા. ખબર નહીં પણ કેમ અરુણાબેન અને સુંદરી વચ્ચે સુંદરીના કોલેજના પહેલા વર્ષથી જ લાગણીનું એક અનોખું બંધન બંધાઈ

  • Read

સુંદરી - પ્રકરણ ૧૯

(68)
  • 1.4k

  • 1.9k

ઓગણીસ વરુણ અને ઇશાની એક તરફ બેઠા જ્યારે કૃણાલ ટેબલની બીજી તરફ બેઠો. જે જગ્યાએ વરુણ બેઠો હતો તેની જમણી તરફના સીધા જ ખૂણે સુંદરી બેઠી હતી જ્યારે અરુણાબેનની પીઠ વરુણ સામે હતી. ફ્લોર મેનેજર વરુણ અને કૃણાલને ...Read Moreપકડાવી ગયો. વરુણ અને ઈશાની એક જ મેન્યુમાંથી પોતાની મનપસંદ ડીશીઝ શોધવા લાગ્યા જ્યારે કૃણાલ પોતાની રીતે. “ભાઈ, હું તો ઢોંસો જ ખાઈશ.” ઈશાનીએ મેન્યુનું વધારે નિરીક્ષણ કર્યા વગર જ પોતાની પસંદગી કહી દીધી. “તું પણ શું કાયમ ઢોંસો, ઢોંસો અને ઢોંસો જ મંગાવે છે? અને એમાંય સાદો ઢોંસો, ક્યારેક તો કશું બીજું મંગાવ?” વરુણ ઈશાની સામે મોઢું બગાડીને બોલ્યો.

  • Read

સુંદરી - પ્રકરણ ૨૦

(74)
  • 1.3k

  • 2k

વીસ “ભાઈ, જરા ધીમે ખા, ગળામાં અટકી જશે.” વરુણને ઝડપથી ખાતા અને લગભગ ડૂચા મારતો જોઇને ઈશાનીએ તેને વાર્યો. પણ વરુણને ચિંતા હતી કે ક્યાંક સુંદરી તેનાથી પહેલા જમીને રેસ્ટોરન્ટમાંથી જતી ન રહે. સુંદરીએ ઇશારાથી વરુણને જરૂર કહ્યું હતું ...Read Moreતે જમીને તેને મળશે, પણ ક્યાંક તે ભૂલી જાય તો? બસ આ જ ચિંતા વરુણને ઝડપથી એની પાઉભાજી ખતમ કરવા માટે મજબૂર કરી રહી હતી. “હું ધીમે જ ખાઉં છું. તું ચિંતા ન કર.” વરુણે ઇશાનીને કહ્યું. કૃણાલ વરુણની રગરગથી વાકેફ હતો, તેની શંકા ફરીથી મજબૂત થવા લાગી હતી. “એક તો તીખી ભાજી મંગાવી છે એમાં તું ઝડપથી ખાય છે,

  • Read

સુંદરી - પ્રકરણ ૨૧

(63)
  • 1.3k

  • 1.7k

એકવીસ “ભઈલા, જરા બહાર ઉભો રે’જે તો!” સોનલબાએ હુકમના સ્વરમાં કહ્યું. વરુણે જવાબમાં પોતાનું ડોકું હલાવ્યું અને બારણાની બહાર નીકળી ગયો. વરુણની પાછળ બીજા બે વિદ્યાર્થીઓ નીકળ્યા અને તેના પછી કૃણાલ આવ્યો. “કૃણાલભાઈ જરા બહાર ઉભા રે’શો? મને તમારું ...Read Moreકામ છે.” સોનલબાએ કૃણાલને પણ કહ્યું. કૃણાલ પણ સોનલબાને હા પાડીને બહાર નીકળ્યો તો તેણે જોયું કે વરુણ ક્લાસની બહારની લાંબી લોબીમાં એક જગ્યાએ ક્લાસના દરવાજા સામે જોઇને ઉભો હતો એટલે એ વરુણથી થોડે દૂર ઉભો રહ્યો. થોડીજ વારમાં સોનલબા ક્લાસમાંથી બહાર આવ્યા. “આવો કૃણાલભાઈ, મારી જોડે...” સોનલબાના રસ્તામાં પહેલા કૃણાલ આવ્યો એટલે એમણે કૃણાલને પોતાની સાથે આવવાનું કહ્યું. સોનલબા

  • Read

સુંદરી - પ્રકરણ ૨૨

(70)
  • 1.3k

  • 1.8k

બાવીસ “આમ ક્યાં ચાલ્યો? આપણી તો બુચ્ચા થઇ ગઈ છે એટલીવારમાં ભૂલી ગયો કે શું?” સોનલબા સમક્ષ સમાધાન કર્યા બાદ જ્યારે વરુણ અને કૃણાલ ઘરે જવા નીકળ્યા ત્યારે કૃણાલ વરુણ સાથે પાર્કિંગ તરફ ચાલવાને બદલે વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યો ...Read Moreવરુણે પૂછ્યું. “તું જા ઘરે મને વાર લાગશે.” કૃણાલે ટેવ મુજબ ટૂંકાણમાં જ જવાબ આપ્યો. “વાર લાગશે? આટલા દિવસ મારાથી દૂર રહ્યો તો ક્યાંક ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ શોધી લીધી છે કે શું?” વરુણ હસતાં હસતાં બોલ્યો. “છોકરીઓ સિવાય બીજી કોઈ વાત પર તારું ધ્યાન ક્યારેય જાય છે ખરું?” કૃણાલે ચીડિયું કર્યું. “સોરી, સોરી, હવે ફરીથી ઝઘડતો નહીં. બોલ, કેમ તને ઘરે

  • Read

સુંદરી - પ્રકરણ ૨૩

(71)
  • 1.3k

  • 1.9k

ત્રેવીસ ડીયર ડાયરી, આજે એ ફરીથી મળ્યો, હા એ જ મારો સ્ટુડન્ટ વરુણ. ખબર નહીં પણ કેમ પણ આજકાલ એને મળવાનું ખૂબ થાય છે. ઉપરવાળાનો કોઈ ઈશારો તો નહીં હોય? હશે... આમ તો મારો સ્ટુડન્ટ છે એટલે એને ...Read Moreમળવાનું થાય એ સ્વાભાવિક છે અને મળે છે પણ કોલેજ કે સ્ટડીના જ કોઈ ભાગરૂપે. કોલેજમાં તો એ દરરોજ લેક્ચરમાં વિધાઉટ ફેઈલ હોય જ છે. તે દિવસે ખૂબ વરસાદ હતો એટલે મને કોલેજથી જ ઘરે મુકવા આવ્યો હતો. આજે પુસ્તક મેળામાં એની રેફરન્સ બુક લેવા મળી ગયો એટલે એ પણ એની સ્ટડીને લીધે જ મળ્યોને? હા તે દિવસે અરુમાની સાથે

  • Read

સુંદરી - પ્રકરણ ૨૪

(74)
  • 1.3k

  • 2.2k

ચોવીસ બધાના અને ખાસકરીને વરુણના આશ્ચર્ય સાથે સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર તરીકે લેડી પ્રોફેસર સુંદરી શેલત સ્પોર્ટ્સ રૂમમાં પ્રવેશ્યા. સુંદરીને જોતાની સાથેજ વરુણ પોતાના નસીબ પર વિશ્વાસ ન કરી શક્યો તેણે પોતાની આદત અનુસાર ફરીથી પોતાના જમણા હાથની પહેલી આંગળીને પોતાના ...Read Moreવચ્ચે દબાવી અને ખરાઈ કરી લીધી કે તેની સમક્ષ સુંદરી જ ઉભી છે. રૂમમાં પ્રવેશતાંની સાથેજ સુંદરીએ તેનું વરુણના શબ્દોમાં ‘કાતિલ સ્મિત’ ફરકાવ્યું અને વરુણના પગ ઢીલા થવા લાગ્યા, પરંતુ તેણે ગમેતેમ કરીને પોતાની જાતને સંભાળી. “તમને નવાઈ લાગશે કે હિસ્ટ્રીની પ્રોફેસરને સ્પોર્ટ્સ સાથે શું લેવાદેવા? અને સાચું કહું તો મને પણ સ્પોર્ટ્સમાં ખાસ રસ નથી સિવાય કે ક્રિકેટ મેચ

  • Read

સુંદરી - પ્રકરણ ૨૫

(70)
  • 1.2k

  • 1.8k

પચીસ જ્યારે વરુણ સુંદરીનો જવાબ સાંભળીને એકદમ નિઃશબ્દ થઇ ગયો. તેને અતિશય ગમતી, ગમતી નહીં પરંતુ એ જેને મનોમન લખલૂટ પ્રેમ કરે છે એ વ્યક્તિ તેના માટે આટલા ઉચ્ચકક્ષાના વિચારો ધરાવે છે અને એ પણ તેને ખાસ મળ્યા ...Read Moreએ વરુણને ગળે ઉતરતું ન હતું. પરંતુ સુંદરીના પોતાના માટેના વિચારો અત્યંત હકારાત્મક હોવાનો એને અંદરથી ખૂબ આનંદ પણ થતો હતો. આમ આવી મિશ્ર લાગણીને તે કેવી રીતે વ્યક્ત કરે અને કોની સામે વ્યક્ત કરે એ મૂંઝવણમાં વરુણને કોઇપણ પ્રકારનું રીએક્શન આપવાનું ન સુઝતા એ મૂંગો થઇ ગયો. “હું તમારો કૉચ રહીશ પરંતુ મિસ્ટર વરુણ તમારા કેપ્ટન હશે. એટલે મોટાભાગના

  • Read

સુંદરી - પ્રકરણ ૨૬

(74)
  • 1.2k

  • 2k

છવીસ “કેમ કૃણાલભાઈ ક્યાં ગયા?” ગાંધીનગર જવાના બસ સ્ટેન્ડ પર પોતાને મુકવા આવી રહેલા વરુણને સોનલબાએ પૂછ્યું. “એ બળતરાને મેં ઘરે મોકલી દીધો.” વરુણ હસતાં હસતાં બોલ્યો. “એય! એમ ના કે’ હોં મારા ભાઈને!” સોનલબાના ચહેરા પર પણ સ્મિત ...Read More“મારે તમને જે વાત કરવી છે એ એવી છે કે જેમાં કૃણાલીયાનું કોઈજ કામ નથી.” વરુણે સ્પષ્ટતા કરી. “અચ્છા... મતલબ કે સુંદરી મેડમને લગતી જ કોઈ વાત લાગે છે.” સોનલબાએ તાળો મેળવી લીધો. સોનલબાના બોલવાની સાથેજ વરુણ ચાલતાં ચાલતાં રોકાઈ ગયો અને આસપાસ તેમજ આગળ પાછળ જોવા લાગ્યો. “કેમ રોકાઈ ગયો ભઈલા? અને આમ કેમ કરે છે?” સોનલબા પણ રોકાયા

  • Read

સુંદરી - પ્રકરણ ૨૭

(76)
  • 1.2k

  • 1.9k

સત્યાવીસ “વ્હોટએવર ટોક યુ વોન્ટ ટુ ડૂ, ડૂ ઈટ આઉટ સાઈડ ધ કેબીન.” જયરાજે સુંદરી અને વરુણને એણે જ ઉભા કરેલા કોયડામાંથી બહાર નીકળી જવાનો મોકો આપી દીધો. સુંદરીના ચહેરા પર થયેલી હાશ વરુણને સ્પષ્ટ દેખાઈ રહી હતી. સુંદરીએ ...Read Moreપોતાની આંખોના ઈશારે કેબીન જ નહીં પરંતુ પ્રોફેસર્સ રૂમની બહાર ચાલવાનું કહ્યું. વરુણ સુંદરીની આંખોને જ જોઈ રહ્યો. સુંદરીને એમ લાગ્યું કે વરુણને તેનો ઈશારો સમજાયો નથી એટલે તેણે પોતાનો મરોડદાર હાથ લાંબો કરીને અને પોતાની હથેળીને ઘુમાવીને વરુણને બહાર જવાનો ફરીથી ઈશારો કર્યો. વરુણ માટે તો સુંદરીની આ અદા પણ સહન થાય તેવી ન હતી પરંતુ તે એટલું સમજ્યો

  • Read

સુંદરી - પ્રકરણ ૨૮

(80)
  • 1.2k

  • 2.1k

અઠ્યાવીસ “ચલ ચલ ઠીક છે. ગોટીને તારું એડ્રેસ આપી દે. હવે તને અને તારી બેનને કોઈ હેરાન નહીં કરે. એ બંને ગુંડાઓ રાજીવ નગરની આસપાસ દસ કિલોમીટર સુધી નહીં દેખાય. આ શામભાઈનું વચન છે તને.” રવિ સામે જોયા વગર ...Read Moreહાથના ઈશારેથી તેને જતા રહેવાનું કહ્યું. રવિના ત્યાંથી જતા રહ્યા બાદ શ્યામે પોતાની બંને આંખ લુછી અને પાછળ ફર્યો. ‘ગોટી, કાલે સાંજે જ આ કામ થઇ જવું જોઈએ. તારી સાથે જેટલા માણસોને લઇ જવા હોય લઇ જા, પણ રવિ હવે ફરીથી અહીંયા ફરિયાદ લઈને ન આવવો જોઈએ... સમજ્યો?” શ્યામે કડક શબ્દોમાં ગોટીને કહ્યું. “જી શ્યામભાઈ. રવિ હવે અહીં પાછો નહીં

  • Read

સુંદરી - પ્રકરણ ૨૯

(79)
  • 1.1k

  • 1.8k

ઓગણત્રીસ “સર મારી સાથે ફક્ત ચાર જ જણા આવ્યા છે અને ઓલરેડી પોણા આઠ થઇ ગયા છે.” વરુણે પ્રોફેસર શિંગાળાને નિરાશાજનક સૂરમાં કહ્યું. વરુણના આમ કહેતાં જ સુંદરીનું ધ્યાન પેલા વ્યક્તિથી ફંટાઈને વરુણ અને પ્રોફેસર શિંગાળાની ચર્ચામાં વળ્યું. “મને ...Read Moreછે કે આપણે જરા કડક થવું પડશે. શું કયો છો પ્રોફેસર શેલત?” પ્રોફેસર શિંગાળાએ સુંદરીને પૂછ્યું. “બિલકુલ! બાકીના દિવસોએ તો કોલેજ હોય છે એટલે એ બધા હાજર રહે એમાં નવાઈ નથી, પણ રવિવારે જ્યારે રજાનો દિવસ હોય છે ત્યારે જો આ રીતે હાજર ન રહે તો પછી પ્રેક્ટીસનો કોઈ મતલબ ન રહે. આપણી પાસે આમ જુઓ તો ફક્ત બે જ

  • Read

સુંદરી - પ્રકરણ ૩૦

(81)
  • 1.2k

  • 2.1k

ત્રીસ “જમણી તરફ વાળી લ્યો.” પ્રાઈવેટ રોડ પૂરો થતાં અને મેઈન રોડ શરુ થતાં જ સુંદરીએ હોન્ડાના જમણી તરફના અરીસામાં જોતાં જોતાં કહ્યું. “અરે, પણ આપણે તો સીધા...” વરુણ હજી બોલ્યો ત્યાં તો... “શોર્ટકટ છે.” સુંદરી બોલી અને ...Read Moreબીજી કોઈ દલીલ કરે તે પહેલાં જ તેણે પોતાના હોન્ડાની સ્પિડ વધારી દીધી અને જમણી તરફ વળતા રસ્તા પર વળી ગઈ. વરુણને પણ આશ્ચર્ય થયું કારણકે તે આ વિસ્તારનો પૂરો જાણકાર હતો અને તેને ખબર હતી કે સુંદરીએ જે રસ્તો પસંદ કર્યો છે પોતાના ઘેર જવાનો તે શોર્ટકટ બિલકુલ નથી ઉલટું તેને ઘરે પહોંચતા એ બંનેને દસેક મિનીટ વધુ થશે.

  • Read

સુંદરી - પ્રકરણ ૩૧

(74)
  • 1.1k

  • 1.9k

એકત્રીસ લગભગ બીજો અડધો કલાક સુંદરી અને વરુણે આવી જ રીતે હસતાં હસતાં અને વાતો કરતાં કરતાં ગાળ્યો. વરુણને તો ઘરે જવાની કોઈજ ઈચ્છા ન હતી પરંતુ... “અગિયાર વાગી ગયા? ખબર જ ન પડી હેં ને? તમારે મોડું થતું ...Read Moreસુંદરીએ અચાનક જ કહ્યું. “ના ના, આજે તો રવિવાર છે એટલે...પણ હા ઘરે લોકો ચિંતા કરે એ પહેલાં પહોંચી જવું સારું.” વરુણે પોતાની લાગણીઓને સમજાવી દેતાં સુંદરીને કહ્યું. “હા બરોબર છે. એમને ચિંતા જરાય ન થવી જોઈએ.” સુંદરીએ પણ પોતાનું એ સ્મિત આપતા કહ્યું જે સ્મિત પર વરુણ તેની જાત કુરબાન કરી દેવા માટે હંમેશા તૈયાર રહેતો હતો. વરુણ તરતજ

  • Read

સુંદરી - પ્રકરણ ૩૨

(73)
  • 1.2k

  • 1.9k

બત્રીસ “હં? હા મારો મોબાઈલ હું ભૂલી ગયો હતો. ઘરે પહોંચ્યો અને મારા રૂમમાં હજી એન્ટર જ થયો કે મને ખ્યાલ આવ્યો. સોરી પણ મારે તમને કહ્યા વગર આવવું પડ્યું.” વરુણ સુંદરીના હાથમાં રહેલી લાકડી જોઇને થયેલા આઘાતમાં જે ...Read Moreઆવ્યું એ બોલી ગયો. સુંદરીના હાથમાંથી લાકડી આપોઆપ નીચે પડી ગઈ અને એ એનાથી બે ફૂટ દૂર આઘાતની હાલતમાં ઉભેલા વરુણને વળગી પડી!!! સુંદરીનું અત્યારસુધી રોકી રાખેલો રુદનનો બાંધ જે તેણે અરુણાબેન સામે તોડવાનું નક્કી કર્યું હતું તે અચાનક જ તેનું સુરક્ષા કવચ બનીને આવેલા વરુણ સામે સાવ તૂટી જ પડ્યો. સવારથી અત્યારથી લગભગ ચાર-પાંચ કલાકથી પેલા અજાણ્યા વ્યક્તિના સતત

  • Read

સુંદરી - પ્રકરણ ૩૩

(82)
  • 1.1k

  • 1.9k

તેત્રીસ વરુણના મનમાં આ વિચાર સતત ચાલુ રહ્યો હતો. “ઉતરવું નથી? ઓ...ઓ ભાઈ? ઉતરવું નથી?” વરૂણનું ધ્યાનભંગ કરતાં કૃણાલ બોલ્યો. કૃણાલે સુંદરીના મેસેજ મોકલવા પાછળના કારણોમાં ખોવાઈ ગયેલા વરુણનો ખભો પકડીને તેને હલાવ્યો. “હેં? શું?” વરુણ જાણેકે મંગળ ગ્રહ ...Read Moreકોઈએ એને ખેંચીને પૃથ્વી પર લાવીને ઉભો કરી દીધો હોય એમ આશ્ચર્યથી બોલી પડ્યો. “આપણું સ્ટેન્ડ આવી ગયું. ઉતરવાનું નથી? બધાં ઉતરવા લાગ્યા, જલ્દી કર નહીં તો હમણાં બસ ઉપડી જશે.” કૃણાલ પોતાના સ્થાને ઉભો ઉભો જ વરુણને કહી રહ્યો હતો. “હા, ઉતરવાનું તો હોય જ ને? ચલ.” વરુણે કૃણાલથી આંખ ચોરી અને બસના ઉતરવાના દરવાજા તરફ ચાલવા લાગ્યો. હજી

  • Read

સુંદરી - પ્રકરણ ૩૪

(75)
  • 1.1k

  • 1.9k

ચોત્રીસ “શું?” સોનલબાના ચહેરા પરની ઉત્કંઠા સ્પષ્ટ દેખાઈ રહી હતી. “એક જ વ્યક્તિ તમારો અને એમનો પીછો કરી રહ્યો છે બરોબર?” વરુણે પ્રશ્ન ઉઠાવ્યો. “એકની એક વાર કેટલી વખત કરું ભઈલા?” સોનલબા વરુણ પાસેથી કોઈ આઈડિયાની અપેક્ષા કરી ...Read Moreહતા એટલે એમનો રોષ બહાર આવી ગયો. “એટલે... મારો કહેવાનો મતલબ એવો છે કે એમણે તો તમને કારણ નથી આપ્યું કે એ વ્યક્તિ એમનો પીછો કેમ કરી રહ્યો છે અને તમને ખબર નથી કે એ તમારો પીછો કેમ કરી રહ્યો છે...” વરુણે પાણી પીવા વાક્ય અધૂરું મુક્યું. “તારે શું કહેવું છે એ જરા કહીશ હવે? આ ઉખાણાં બંધ કર હવે.”

  • Read

સુંદરી - પ્રકરણ ૩૫

(70)
  • 1.1k

  • 1.7k

પાંત્રીસ “કઈ વાતનો?” વરુણ અને સોનલબા બંને એકસાથે જ બોલી પડ્યા. આ જોઇને સુંદરી પણ સ્મિત કરી બેઠી, વરુણે માંડ પોતાના પર કાબુ કર્યો. “એ જ કે મને અને તમને જોડતી એવી તે કઈ કડી છે જેને કારણે ...Read Moreવ્યક્તિ આપણા બંનેનો પીછો કરે છે? તમે આપણી કોલેજમાં એડમિશન લીધું એ પહેલાં આપણે એકબીજાને જાણતા તો શું પરંતુ મળ્યાં પણ નથી, તો પછી આ વ્યક્તિ...” સુંદરીએ એનું મનોમંથન જાહેર કર્યું. “એક્ઝેક્ટલી મારી પણ આ જ ગૂંચવણ છે. તે દિવસે મોલમાં મેં તમને જોયાં અને દોડીને હું તમારી પાસે આવી ગઈ હતી એ પછી જ્યારે તમે અરુણા મેડમને કહ્યું કે

  • Read

સુંદરી - પ્રકરણ ૩૬

(72)
  • 1.1k

  • 1.9k

છત્રીસ કિશનરાજે પછી સુંદરીને નમસ્તે કર્યા જેના વળતા જવાબમાં સુંદરીએ પણ પોતાના ચિતપરિચિત સ્મિત સાથે નમસ્તે કર્યા. ત્યારબાદ કિશનરાજે પોતાનો જમણો હાથ લાંબો કરીને તમામને બેસવા જણાવ્યું. “તમે બધાએ ચ્હા-નાસ્તો કર્યાં?” ચારેય જણે પોતપોતાના સ્થાન ગ્રહણ કર્યા બાદ ...Read Moreસોનલબા સામે જોઇને પ્રશ્ન કર્યો. “પપ્પા, અમે લોકો હજી હમણાં જ આવ્યાં. અસ્લમભાઈને મેં કહી દીધું છે.” સોનલબાએ જવાબમાં કહ્યું. “સરસ. બોલો શું પ્રોબ્લેમ છે? મને આમ અચાનક જ મળવાનું કીધું એટલે આઈ એમ શ્યોર કે પ્રોબ્લેમ કોઈ નાનોમોટો તો નહીં જ હોય.” એક તો અમદાવાદ જેવા મોટા શહેરના કમિશનર અને ઉપરથી અનુભવી એવા કિશનરાજે મુદ્દા પર આવતાં કહ્યું. કિશનરાજે

  • Read

સુંદરી - પ્રકરણ ૩૭

(71)
  • 1.1k

  • 1.8k

સાડત્રીસ “શ્યામભાઈ...” સુંદરીના હોઠમાંથી નીકળી પડ્યું! “તમે ઓળખો છો આ શામભાઈને? નવાઈ કહેવાય!” કિશનરાજ ચોંકીને બોલ્યા. “આ...આ...આ... મારો ભાઈ છે, મારા મોટાભાઈ અને એનું નામ શ્યામ છે, શામભાઈ નહીં.” સુંદરી હજી પણ કિશનરાજે તેની સામે ધરેલા મોબાઈલ ફોન ...Read Moreજોઇને બોલી રહી હતી. સુંદરીનું શ્યામ ઉર્ફે શામભાઈ એનો ભાઈ છે એ સાંભળીને કિશનરાજ સાથે વરુણ અને સોનલબા પણ આશ્ચર્યચકિત થઇ ગયા અને ફાટેલી આંખે સુંદરી સામે જોવા મળ્યા. સુંદરી સોફા પર બેઠી હતી પણ તેમ છતાં તે સોફાના પીઠને ટેકો આપતા ભાગ પર રીતસર ફસડાઈ પડી. એની આંખો ચકળવકળ થવા લાગી, એણે સોફાના બંને હાથ જોરથી પકડી લીધા. વરુણ

  • Read

સુંદરી - પ્રકરણ ૩૮

(81)
  • 1.1k

  • 1.8k

આડત્રીસ “મને હવે ખાતરી થઇ ગઈ છે કે શ્યામભાઈ મારો પીછો એટલે કરે છે કારણકે એમને મારી સાથે વાત કરવી છે, હું કઈ પરિસ્થિતિમાં છું એ જાણવું છે. મારી પર્સનલ લાઈફ તો હું અહીં કોઈની સાથે ડિસ્કસ નથી કરવા ...Read Moreપણ હું મારા ભાઈને ઓળખું છું અને એની મારા પ્રત્યેની ચિંતાને પણ ઓળખું છે. એને મારી સાથે ફક્ત એકજ વખત વાત કરવી છે, ભલે એ અત્યારે અંકલની ભાષામાં ગુંડાગીરી કરતા હોય પણ મારી સમક્ષ તો એ માત્ર એક ભાઈ બનીને જ વાત કરશે. આવતીકાલે જ્યારે એ મારો પીછો કરશે ત્યારે હું જ એક જગ્યાએ રોકાઈ જઈને એમની સાથે વાત કરીશ.

  • Read

સુંદરી પ્રકરણ - ૩૯

(78)
  • 1.1k

  • 1.7k

ઓગણચાળીસ વરુણે પોતાના મોબાઈલમાં ઘરઆંગણે ફૂડ ડિલીવર કરી આપતી એપ ખોલી અને એમાં સુંદરીના ઘેર ફૂડ ડિલીવર કરવાનો ઓર્ડર બુક કરાવ્યો. ફૂડ ડિલીવર થવામાં હજી ચાળીસ મિનીટ હતી અને ત્યાં સુધીમાં તો સુંદરીના ઘેરે તેઓ પહોંચી જશે એની ...Read Moreહોવાથી અને લંચ આવી જતાં સુંદરી પાસે તેને ના કહેવા માટે કોઈ કારણ પણ ન હોવાનું સ્પષ્ટ થતાં વરુણ મનોમન મલકાઈ ઉઠ્યો. વરુણના ઓર્ડર બુક કર્યાના લગભગ પાંચથી સાત મિનીટ બાદ કેબ સુંદરીના ઘર પાસે આવીને ઉભી રહી. “કેટલાં થયાં?” પાછળ બેઠેલી સુંદરીએ ડ્રાઈવરને કહ્યું. “કશું નહીં, પેમેન્ટ થઇ ગયું છે.” ડ્રાઈવરે વળતો જવાબ આપ્યો. “મારી એપમાં ઓનલાઈન ડેબિટ થઇ

  • Read

સુંદરી - પ્રકરણ ૪૦

(81)
  • 1.1k

  • 1.9k

ચાળીસ એક પળનો પણ વિલંબ કર્યા વગર વરુણે પોતાના સેલફોનનું લોક ખોલ્યું અને વોટ્સએપ ઓપન કર્યું અને સુંદરીના મેસેજ પર ટેપ કર્યું. “Thanks for everything. પપ્પાને બહુ ભૂખ ન હતી એટલે મેં કડી-ચાવલ દબાવીને ખાધાં. ખૂબ સરસ હતાં. ...Read Moreagain. Take care.” વરુણે સુંદરીના મેસેજ વાંચ્યો. તેણે જોયું કે સુંદરીનું સ્ટેટ્સ Online જ દેખાડતું હતું. વરુણને થયું કે સુંદરીના Thank youનો જવાબ તેણે પણ આપવો જોઈએ એટલે તેણે ફક્ત “My pleasure” લખીને મેસેજ મોકલી દીધો જે સુંદરીએ તરતજ જોયો અને વરુણના મોકલેલા મેસેજની બાજુમાં બે બ્લ્યુ ટીક્સ થઇ ગઈ. સુંદરીના વોટ્સ એપ પર offline થવાની સાથેજ વરુણે સુંદરીના ફોટાને

  • Read

સુંદરી - પ્રકરણ ૪૧

(82)
  • 1.1k

  • 2k

એકતાળીસ ...વરુણની. મેં તને અગાઉ પણ ઘણી વખત એના વિષે કહ્યું હતું. ખરેખર મને આ એઈજમાં પણ એની મેચ્યોરીટી ખૂબ ગમે તો છે જ પણ ઘણીવાર આશ્ચર્ય પણ પમાડે છે. કૉલેજમાં મને ભલે પાંચ જ મહિના થયા હોય ...Read Moreદરેક પ્રકારના સ્ટુડન્ટ્સ અને ખાસકરીને મેઈલ સ્ટુડન્ટ્સ વિષેનો અનુભવ થઇ જ ગયો છે. સોનલે બહુ સાચું કીધું કે અમારી એઈજમાં માંડ સાત-આઠ વર્ષનો જ ફર્ક હશે અને એટલા માટે જ ઘણા મેઈલ સ્ટુડન્ટ્સ મને ક્લાસમાં કે પછી કોલેજના પેસેજમાંથી જ્યારે પણ હું પસાર થતી હોઉં છું ત્યારે ઘૂરી ઘૂરીને જોતાં હોય છે. પણ વરુણ અલગ છે. એ તો મારી સાથે

  • Read

સુંદરી - પ્રકરણ ૪૨

(89)
  • 1.1k

  • 2k

બેતાળીસ “શું થયું?” છેક બાંકડેથી પીચ સુધી દોડીને આવેલી સુંદરી હાંફી રહી હતી. બધા જ ખેલાડીઓ અને અમ્પાયરની ફરજ બજાવી રહેલા પ્રોફેસર શિંગાળા તમામ જમીન પર પડી ગયેલા અને દર્દથી કણસી રહેલા વરુણને ઘેરીને ઉભા હતા. નેલ્સન અને ...Read Moreપાંડે સિવાય તમામના ચહેરા પર ચિંતા છવાઈ રહી હતી. “લગતા હૈ બાંયે પૈર કા નલ્લા તોડ દિયા આજ નેલ્સનને!” નિર્મલ પાંડે દાઢમાં બોલ્યો. “સોરી સર, મેં જાણીજોઈને નથી કર્યું.” નેલ્સને પ્રોફેસર શિંગાળા સમક્ષ ખોટેખોટી માફી માંગી. “અરે! એ બધું તો થતું રહેશે વરુણની સ્થિતિ તો જુઓ. ચાલો ખસો બધા, હવા આવવા દો જરા. વરુણ ક્યાં વાગ્યું છે?” ચિંતાતુર સુંદરીએ તમામને

  • Read

સુંદરી - પ્રકરણ ૪૩

(89)
  • 1k

  • 1.8k

તેતાળીસ “આપ કોણ? અરે! વરુણ? શું થયું?” સુંદરીએ ડોરબેલ વગાડ્યા બાદ દરવાજો ખોલતાની સાથે હર્ષદભાઈની નજર પહેલા સુંદરી પર નજર પડી અને પછી સુંદરીના સહારે ઉભા રહેલા વરુણને જોતાંની સાથેજ એમના મોઢામાંથી નીકળી પડ્યું. “શું થયું?” હર્ષદભાઈના આ પ્રકારનો ...Read Moreઅવાજ સાંભળીને અંદરથી રાગીણીબેન દોડતાં આવ્યા. રાગીણીબેનની પાછળ પાછળ ઇશાની પણ દોડી અને ચિંતાતુર ચહેરા સાથે એમની બાજુમાં આવીને ઉભી રહી ગઈ. “આ જુઓ વરુણને કશુંક થઇ ગયું છે.” હર્ષદભાઈએ જવાબમાં કહ્યું. “આપણે અંદર જઈએ તો? એમને ખૂબ દુઃખે છે.” સુંદરીએ હર્ષદભાઈ અને રાગીણીબેનને પરિસ્થિતિનું ભાન કરાવ્યું. “ઓહ... હા...હા...હા... આવો અંદર આવો.” હર્ષદભાઈએ તરતજ આખું બારણું ખોલ્યું અને સુંદરી અને

  • Read

સુંદરી - પ્રકરણ ૪૪

(86)
  • 1k

  • 2.1k

ચુમાંલીસ “સરસ છોકરી છે નહીં?” સુંદરીની કેબ ગયા બાદ ઈશાની જ્યારે ઘરમાં પાછી આવી ત્યારે રાગીણીબેને હર્ષદભાઈને ઉદ્દેશીને કહ્યું. “હા, એકદમ વિવેકી અને આટલી નાની ઉંમરે પણ કેટલી જવાબદાર છે? વાતચીત પણ વ્યવસ્થિત કરી.” હર્ષદભાઈએ પણ રાગીણીબેનની વાતમાં સહમતી ...Read More“બહાર જ્યારે એમને હું કેબ સુધી મુકવા ગઈ, ત્યારે એમણે મને કહ્યું યુ આર સો સ્વીટ!” રાગીણીબેન અને હર્ષદભાઈ દ્વારા સુંદરીના થતાં વખાણ સાંભળીને ઈશાની પણ ઉત્સાહમાં આવીને બોલી પડી. “હવે બહુ હવામાં ન ઉડતી!” વરુણે ઈશાનીના ઉત્સાહમાં પંક્ચર પાડતા કહ્યું, એ આટલી પીડામાં પણ હસી રહ્યો હતો. “ઉડવામાં તને તકલીફ પડશે, એક પગ તૂટી ગયો છે તારો.” ઈશાનીએ વરુણની

  • Read

સુંદરી - પ્રકરણ ૪૫

(88)
  • 1k

  • 1.9k

પિસ્તાળીસ “હેલ્લો કિશન અંકલ, સુંદરી.” કિશનરાજે સુંદરીનો કોલ રીસીવ કરતાં જ સુંદરીએ કહ્યું. “હા બોલ બેટા. બધું ઠીક છે ને?” કિશનરાજે જરા ચિંતાતુર સ્વરમાં જવાબ આપ્યો. “હા, હા અંકલ બધું જ ઠીક છે અને હવે વધારે ઠીક થવાનું ...Read Moreઅને એટલેજ તમને અત્યારે કોલ કરીને હેરાન કર્યા.” સુંદરીના અવાજમાં આત્મવિશ્વાસ છલકાતો હતો. “અરે વાહ! બોલ દીકરા શું હતું?” કિશનરાજને પણ જાણવાની તાલાવેલી થઇ. “અત્યારે મારા શ્યામભાઈ સાથે હું ઉભી છું, મેં એમને સમજાવી દીધું છે કે જે લાઈફ એ અત્યારે જીવી રહ્યા છે એનો કોઈજ અંત નથી, ન તો સુખદ ન તો દુઃખદ. એ મારી વાત સમજી ગયા છે

  • Read

સુંદરી - પ્રકરણ ૪૬

(98)
  • 1.1k

  • 2.2k

છેતાલીસ “હા, મેં હમણાં જ તો કહ્યું કે મારો એક જ ભાઈ છે.” સુંદરીએ પાછું વળીને પ્રમોદરાયને જવાબ આપતા કહ્યું. “મેં ના પાડી હતીને કે એ ભાગેડુ સાથે આપણે કોઈજ સબંધ નથી રાખવાનો?” પ્રમોદરાયનો અવાજ વધુ મોટો થયો. ...Read Moreજો સબંધ તૂટી જતા હોય તો અમુક સબંધો મેં ભાઈના ભાગી જવાની સાથેજ તોડી નાખ્યા હોત પપ્પા.” સુંદરી આજે અલગ જ રંગમાં હતી. સુંદરી આજે પ્રમોદરાયને જવાબ આપી રહી હતી. “એટલે તું મારી સાથે સબંધ તોડવા માંગે છે? એ પણ તારા ભાગેડુ ભાઈને કારણે?” પ્રમોદરાયને હવે ગુસ્સો આવી રહ્યો હતો કારણકે એ સુંદરીનો ઈશારો સમજી ગયા હતા. “ના, હું કોઇપણ

  • Read

સુંદરી - પ્રકરણ ૪૭

(84)
  • 1k

  • 1.9k

સુડતાલીસ “કેમ છો?” વરુણની નજીક પહોંચતાની સાથેજ સુંદરીએ તેને પૂછ્યું. “બસ મજામાં, તમે?” વરુણે વળતો જવાબ આપ્યો. “કેવો રહ્યો તમારો દિવસ? બહુ દુઃખ્યું તો નથીને?” સુંદરીએ વરુણના પગના અંગુઠા પરના પાટા સામે જોઇને કહ્યું. “ના બિલકુલ નહીં. તમે ...Read Moreફર્સ્ટ એઇડ આપી દીધી હતી એટલે વધુ કોઈ તકલીફ નથી પડી.” વરુણે સ્મિત કરતાં જવાબ આપ્યો. “એમાં વળી મેં શું કર્યું? કોઇપણ વ્યક્તિ એમ જ કરત.” સુંદરીએ વરુણની વાત માનવા ઇનકાર કર્યો. “ડોક્ટર અંકલે કહ્યું એ મેં તમને કહ્યું.” વરુણે પણ સુંદરીને પોતાના જીવનમાં તેનું મહત્ત્વ કેટલી હદે વધી રહ્યું છે તે સમજાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. જો કે ડોક્ટરવાળી વાત

  • Read

સુંદરી - પ્રકરણ ૪૮

(84)
  • 976

  • 2.1k

અડતાળીસ “હું આવી ગયો છું.” બરોબર ૧૦.૪૦ વાગ્યે સુંદરીના મોબાઈલ સ્ક્રિન પર વરુણના મેસેજનું નોટીફીકેશન ઝબકયું. નોટીફીકેશન જોઇને સુંદરીના ચહેરા પર સ્મિત આવ્યું. “તમે રિક્ષા રોકી રાખીને ત્યાંજ ઉભા રહેજો, પ્લીઝ ઘર તરફ આવતા નહીં. હું બસ પાંચ ...Read Moreઆવી.” સુંદરીએ વળતો જવાબ મોકલ્યો. ...અને આ જવાબ વાંચીને વરુણના હોઠ મલકાઈ ઉઠ્યા. વરુણ સુંદરીના ઘરની ગલીના નાકે એક તરફ રિક્ષા ઉભી રખાવીને ઉભો હતો અને દૂર સુંદરીના ઘરના દરવાજા તરફ સતત નજર રાખીને એ ગલીના નાકાના એક ખૂણેથી બીજે ખૂણે આંટા મારી રહ્યો હતો. ક્યારે સુંદરી એના ઘરમાંથી બહાર આવે અને ક્યારે તેની પહેલી ઝલક એ જુએ તેની જબરી

  • Read

સુંદરી - પ્રકરણ ૪૯

(82)
  • 996

  • 2.1k

ઓગણપચાસ “કોલેજ મેં ઐસી બાતે યુ કાન્ટ ડુ લાઈક ધીસ. તુમ્હે પતા તો હૈ ફિર ક્યૂં ઐસે ફૂલીશ સવાલ કરતે હો?” નિર્મલ પાંડેની સામે બેસેલા જયરાજે જરા ગુસ્સામાં કહ્યું. “યે બાત તો આપને સહી કહી સર.” નિર્મલ જયરાજ ...Read Moreસહમત થયો. “સો ટેલ મી વ્હોટ હેપન્ડ, વ્હાય યુ વોન્ટેડ ટુ મીટ મી ટુડે ઈટસેલ્ફ?” જયરાજને નિર્મલે તેને જે વાત કરવા માટે બોલાવ્યો હતો તે જાણવાની ઉત્કંઠા હતી. “સર પહેલે થોડા ચાય-વાય મંગાઓ, ઇતની ભી ક્યા જલ્દી હૈ?” ટેબલ પર પડેલી ચમચી રમાડતા એક ખંધુ હાસ્ય કરતા નિર્મલ બોલ્યો. “ડોન્ટ ટોક ફૂલીશ. અગર તુમ્હારે પાસ મેરે લાયક કોઈ ખબર નહીં

  • Read

સુંદરી - પ્રકરણ ૫૦

(85)
  • 1k

  • 2.1k

પચાસ “ફફફ...ફ્રેન્ડ્સ છીએને?” ફ્રેન્ડ્સ શબ્દ માંડમાંડ વરુણના ગળામાંથી નીકળ્યો. વરુણને ડર હતો કે ક્યાંક સુંદરીને એ બાબતનું ખોટું ન લાગી જાય કે વરુણ તેને ફ્રેન્ડ માની રહ્યો છે, છેવટે તો એ એની પ્રોફેસર હતીને? “અફકોર્સ વી આર ફ્રેન્ડ્સ! ...Read Moreવિચિત્ર લાગે છે કે એક પ્રોફેસર અને એનો સ્ટુડન્ટ પણ ફ્રેન્ડ્સ હોઈ શકે, પણ ઇટ્સ ઓકે! આપણે કશું નવું કરીશું.” સુંદરી આશ્ચર્યભાવ સાથે કહી રહી હતી. “હા, હું જ્યારે સોળ વર્ષનો થયો ત્યારથી જ મારા પપ્પા મને એમનો મિત્ર ગણવા માંડ્યા છે, એટલે મને તો આ પ્રકારના રિલેશન્સ માટે કોઈજ નવાઈ નથી લાગતી.” વરુણમાં થોડી હિંમત આવી. “હા, એકદમ સાચું.

  • Read

સુંદરી - પ્રકરણ ૫૧

(73)
  • 964

  • 1.9k

એકાવન પ્રોફેસર શિંગાળાની જાહેરાત બાદ તમામની નજર નિર્મલ પાંડે પર ગઈ, પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે નિર્મલ પાંડે તેના સ્વભાવ વિરુદ્ધ ગુસ્સે થઈને રીએક્ટ કરવાને બદલે સ્મિત ફરકાવતો ઉભો હતો. “નિર્મલ પ્લેયિંગ ઇલેવનમાં નથી પરંતુ તે ટીમનો ભાગ તો ...Read Moreજ અને આવતીકાલની મેચમાં એ બારમાં ખેલાડી તરીકે રમશે.” વરુણે જાહેરાત કરી. નિર્મલે વરુણની જાહેરાત સાંભળીને પોતાનું ડોકું હકારમાં હલાવ્યું. “તો આપણે બધાં મળીએ છીએ કાલે સવારે સાડા સાત વાગ્યે શાર્પ યુનિવર્સીટી ગ્રાઉન્ડ પર. ફાઈનલ સાડા નવ વાગ્યે શરુ થશે એટલે એક કલાક પ્રેક્ટીસ કરીશું અને પછી કૂલ ડાઉન કરીશું. અત્યારે બધાં એકબીજા સાથે વાતો કર્યા વગર પોતપોતાના ઘરે જાવ.”

  • Read

સુંદરી - પ્રકરણ ૫૨

(83)
  • 972

  • 2.2k

બાવન પ્રમોદરાયનો અવાજ જ એટલો મોટો હતો કે સુંદરી આપોઆપ જ્યાં હતી ત્યાંજ રોકાઈ ગઈ. “આ હું શું સાંભળું છું?” પ્રમોદરાય સુંદરીની પાછળ જ હતા પરંતુ તેના તરફ ચાલતા ચાલતા તેની લગભગ નજીક આવી ગયા હતા. “શું?” સુંદરી ...Read Moreતરફ ફર્યા વગર જ્યાં ઉભી હતી ત્યાંથી જ બોલી. “તારું તારા કોઈ વિદ્યાર્થી સાથે પ્રેમપ્રકરણ ચાલે છે?” પ્રમોદરાયે કહ્યું. “તમને કોણે કહ્યું?” હવે સુંદરી પ્રમોદરાય તરફ ફરી. “એ જરૂરી નથી, પણ મારા કાને જે વાત આવી છે એ સાચી છે કે નહીં?” પ્રમોદરાયનો અવાજ મજબૂત બની રહ્યો હતો. “તમને તમારી દિકરી પર વિશ્વાસ નથી?” સુંદરી પોતાની આંખો ઝીણી કરીને બોલી.

  • Read

સુંદરી - પ્રકરણ ૫૩

(87)
  • 978

  • 2k

ત્રેપન વરુણથી બોલતાં તો બોલાઈ ગયું અને ભલે ભૂલથી પણ તેણે પોતાના સુંદરી પ્રત્યેના એકતરફી પ્રેમનો સ્વીકાર પણ કરી લીધો, પરંતુ બીજીજ સેકન્ડે વરુણને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે જેમ હતો એમ જ ઉભો રહી ગયો જાણેકે ...Read Moreકોઈ મોટો આઘાત લાગ્યો હોય. આઘાત તો સુંદરીને પણ લાગ્યો હતો. વરુણ દ્વારા થોડો સમય મૂંગા રહેવાની સલાહે તેને પહેલેથી જ વરુણ પ્રત્યે ગુસ્સો કરાવી ચૂકી હતી એવામાં વરુણ તેને પ્રેમ કરે છે એ વાતે તેનો ગુસ્સો સાતમે આકાશે પહોચાડી દીધો. “તમને ભાન પડે છે આ તમે શું કહી રહ્યા છો???” સુંદરીથી જરા જોરથી બોલાઈ ગયું. વરુણના સદનસીબે પાર્કમાં

  • Read

સુંદરી - પ્રકરણ ૫૪

(87)
  • 968

  • 2.3k

ચોપન “શું?” વરુણનો નિર્ણય સાંભળીને સોનલબાના મોઢામાંથી રીતસર ચીસ નીકળી ગઈ. સોનલબાનો મોટો અવાજ સંભળાતા આસપાસ ઉભાં રહેલા વિદ્યાર્થીઓ આ ત્રણેય મિત્રો સામે જોવા લાગ્યા. “હા, બેનબા. હું કોલેજ છોડીને જાઉં છું.” વરુણે પોતાનો નિર્ણય દોહરાવ્યો. થોડો સમય ...Read Moreશાંત રહ્યા અને એકબીજા સામે જોતાં રહ્યાં. જો કે વરુણ મોટાભાગનો સમય નીચે, જમીન પર જ નજર ટેકવીને ઉભો રહ્યો. તેને ખબર હતી કે કૃણાલને તો તેનો નિર્ણય ગમ્યો જ નથી પરંતુ સોનલબાને તો તેના આ કઠોર નિર્ણયનું ખરું કારણ ખબર છે એટલે એ એમની સાથે આંખમાં આંખ મેળવીને વાત કરી શકવા માટે સક્ષમ ન હતો. “રહેવા દો કૃણાલભાઈ, આપણે

  • Read

સુંદરી - પ્રકરણ ૫૫

(90)
  • 938

  • 2.1k

પંચાવન પ્રોફેસર્સ રૂમમાં ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની કેબિન સહુથી છેલ્લે એક ખૂણામાં હતી એટલે વરુણે તમામ કેબિનો તેમજ વચ્ચે રહેલા એક વિશાળ ટેબલને પસાર કર્યા અને ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની કેબિન પાસે આવીને અંદર પોતાનું ડોકું નાખ્યું. કેબિનમાં માત્ર જયરાજ ...Read Moreબેઠો હોવાથી વરુણને મોટો હાશકારો થયો. “મે આઈ કમ ઇન સર?” કેબિનમાં પોતાનું ડોકું જ રાખીને વરુણે જયરાજની મંજૂરી માંગી. “અરે, કમ કમ કમ હિરો!” વરુણને જોતાંજ જયરાજના ચહેરા પર એક કુટિલ સ્મિત આવી ગયું. “તમે મને એલસી લેવા બોલાવ્યો છે એવું દેસાઈ સાહેબે કહ્યું, એટલે...” કેબિનમાં રહેલા ટેબલ સામે ઉભા રહીને વરુણે વાત શરુ કરી. કેબિન ખાસ મોટી

  • Read

સુંદરી - પ્રકરણ ૫૬

(85)
  • 900

  • 2.2k

છપ્પન “પણ કેમ?” વરુણ રીતસર સોનલબા પાછળ દોડ્યો અને એમની આગળ જઈને બરોબર દરવાજા વચ્ચેજ ઉભો રહ્યો. “એમને ખબર તો પડવી જોઈએને?” સોનલબા વરુણ સામે આવી જતાં રોકાઈ ગયાં. “શેની?” વરુણ એકદમ અચંબિત હતો. “એ જ કે મારો ...Read Moreજેવો તેવો છોકરો નથી જેવો એ માની રહ્યાં છે.” સોનલબાએ દાંત ભીંસીને કહ્યું. “એવું એમને કહેવાની કશીજ જરૂર નથી બેનબા. આગળ જે થવાનું હશે એ થઈને જ રહેશે, પછી આપણે ગમે તેટલી મહેનત કરીએ.” વરુણ પણ પોતાની જગ્યાએ જ ઉભો રહીને બોલી રહ્યો હતો. “વરુણની વાત સાચી છે સોનલબેન. મને તો આ રિલેશનનું કોઈજ ભવિષ્ય દેખાતું નથી, પહેલાં પણ

  • Read

સુંદરી - પ્રકરણ ૫૭

(83)
  • 810

  • 2k

સત્તાવન “તો હવે શું કરીશ?” રાગીણીબેનના અવાજમાં ચિંતા હતી. “મમ્મી, મેં કોલેજ છોડી છે, ભણવાનું નહીં.” વરુણ જરા અકળાયો. “દીકરા તારી મમ્મીનું કહેવું એવું છે કે આ કોલેજ તો તેં છોડી દીધી હવે કઈ કોલેજમાં એડમિશન લઈશ?” હર્ષદભાઈએ ...Read Moreકર્યો. “જી જી કોલેજ ઓફ આર્ટ્સમાં કાલે એડમિશન મળી જશે, હું કાલે સવારે ત્યાં જવાનો છું.” વરુણે જવાબ આપ્યો. “એસ જી હાઈવે પર? એટલે દૂર? હજી પાંચ વર્ષ પહેલાં જ નવી શરુ થઇ છે ને?” રાગીણીબેનની ચિંતા ચાલુ જ રહી. “હા, મમ્મી. બાઈક પર આવીશ-જઈશ.” વરુણને હવે આ પ્રશ્નોત્તરીથી છૂટવું હતું. “એડમિશન મળી જશે ને? ન મળતું હોય તો મને

  • Read

સુંદરી - પ્રકરણ ૫૮

(43)
  • 402

  • 654

અઠાવન “અરે જયરાજ? આવ આવ.” પ્રમોદરાયે દરવાજો ખોલ્યો તો સામે જયરાજ ઉભો હતો. “વોઝ જસ્ટ પાસિંગ બાય, તો થયું તમને મળતો જાઉં એન્ડ હેવ સમ ટી!” જયરાજ જ્યાં ઉભો હતો ત્યાં જ ઉભા ઉભા બોલ્યો. “વ્હાય નોટ, પ્લીઝ ...Read Moreઇન!” આટલું કહીને પ્રમોદરાયે જયરાજને અંદર આવવાનો ઈશારો કર્યો. જયરાજનું અંદર આવવું અને સુંદરીનું રસોડાંમાંથી રસોઈ બનાવીને બહાર આવવું બંને ઘટનાઓ સાથેજ બની. જયરાજને આમ અચાનક જ પોતાને ઘેર આવેલો જોતાં સુંદરીને નવાઈ લાગી અને થોડું ગમ્યું પણ નહીં. સુંદરીને જયરાજની કુટિલ યોજનાની બિલકુલ ખબર ન હતી એટલે તેણે જયરાજ સામે સ્મિત કર્યું. “સર, તમે? આ સમયે?” સુંદરીએ નવાઈ સાથે

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Novel Episodes | Siddharth Chhaya Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Siddharth Chhaya

Siddharth Chhaya Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.