એક અનોખી શિક્ષા

  • 4k
  • 2
  • 786

(મારા જીવનમાં બનેલી સત્યઘટના પરથી...) “શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ” વર્ષો પૂર્વે કૂટનીતિજ્ઞ આચાર્ય ચાણક્ય દ્વારા કહેવાયેલી આ વાત આજે પણ એટલી જ સાચી લાગે. એક શિક્ષક ધારે તો શું ના કરી શકે? પ્રાચીનકાળમાં લોકો ગુરુકુળમાં શિક્ષણ અર્થે જતા. એમને મન ‘શિક્ષણ’ની વ્યાખ્યા ઘણી વિશાળ હતી. ત્યાં ગુરુ દ્વારા તેમને વિવિધ વિષયો પર કે કળાઓ પર તો અભ્યાસ કરાવવામાં આવતો જ પણ સાથે સાથે જીવન ઘડતરનાં બીજા મૂલ્યો પર પણ એટલો જ ભાર આપવામાં આવતો. સંસ્કાર, સદાચાર અને આત્મીયતા જેવા ગુણોનું વાવેતર કરવામાં આવતું. જીવનના વિવિધ પાસાઓની ખીલવણી કરવામાં આવતી. સાચા અર્થમાં શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ ‘સર્વાંગીવિકાસ’નો હોવો જોઈએ, ‘સંસ્કાર