આત્માની અંતિમ ઇચ્છા - ૧૦

(61)
  • 3.8k
  • 4
  • 1.8k

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦ લોકેશની હાલત કફોડી હતી. ડાબો હાથ લોખંડના એંગલમાં ફસાઇ ગયો હતો અને જમણો હાથ લસિકાના ડાબા હાથમાં હતો. એ હાથમાંથી લસિકા લપસી ચૂકી હતી. તેનું શરીર લોકેશના જમણા હાથ પર બે ક્ષણ અટકીને નદીના ધસમસતા પ્રવાહમાં પડી રહ્યું હતું.... લોકેશ લસિકા સાથે જીવનનો અંત લાવી દેવાની કસમ નિભાવી શકયો નહીં. તેનો હાથ એંગલમાં ખરાબ રીતે ફસાઇ ગયો હતો. લોકેશ અને લસિકાને હાથ પકડીને નદીમાં ઝંપલાવતા જોઇ ડ્રાઇવર ડઘાઇને થોડે દૂર ઊભો રહી ગયો. તેણે બંનેને પાણીમાં પડતા જોઇ તરત જ પાછા વળી બંને જાડા માણસોને આગળ વધતા અટકાવ્યા અને કહ્યું:"ચાલો પેલી બાજુ...બંનેએ પાણીમાં ઝંપલાવ્યું છે. આસપાસમાં કિનારો