નકશાનો ભેદ - 5

(31)
  • 3k
  • 3
  • 1.5k

નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૫ : વિજય નવી વાત શોધે છે લાયબ્રેરીમાંથી સૌ પોતપોતાને ઘેર ગયાં. જમ્યાં. એ પછી દોડાદોડ પાછાં મનોજના ઘરના ભોંયરામાં ભેગાં થઈ ગયા. ડિટેક્ટિવ એજન્સીના બધા જ અફસરો આવી ગયા એટલે મિહિરે વાત રજુ કરી : “આમતેમ બે કોળિયા જમીને હું પાછો પ્રયોગશાળામાં ગયો હતો. ત્યાં એક ખાનામાં મેં ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ બનાવનારી જુદીજુદી કંપનીઓનાં સૂચિપત્રો એકઠાં કર્યાં છે. એ તપાસી જોયા. અહીં જે પ્રકારની ચેતવણીની ગોઠવણનો નકશો છે તે કોસમોસ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે.....” મનોજ ઊભો થઈ ગયો. “શાબાશ ! તો હવે આપણે બેન્કોમાં, ઝવેરીઓની દુકાનોમાં, શરાફી પેઢીઓમાં અને મિલોમાં ઘૂમી વળવાનું અને