ખાંભી

(76)
  • 8.7k
  • 1.8k

એક ખોબા જેવડું ગામ અને એનું નામ ભાથરીયા હતું.તે ગામ માં સૌથી વધું વસ્તી તળપદા કોળી અને બીજા નંબરે વણકર ના ખોરડાં , ભરવાડ નું એક ખોરડું, કુંભાર ના બે ખોરડા, ચુવાળીયા કોળી એક ખોરડું, ફકીર નું પણ એક ખોરડું, અને વાલ્મિકી ના પણ બે ખોરડા હતા. આ ખોબા જેવડા ગામ માં બધા સંપીને રહે.અને એક બીજા ને મદદ ની જરૂર હોય તો ન બોલતા હોય તો એક બીજા વડે પણ વસ્તુ કે રૂપિયા આપીને મદદ કરતા .અને આખું ગામ ખેતી ઉપર આધારિત હતું. તેમાંથી જ તેમનું ગુજરાન ચાલતું હતું.