રાષ્ટ્રની સંસ્કૃતિનો મધુર માળી

(15)
  • 2k
  • 476

૫ સપ્ટેમ્બર ---શિક્ષકદિન“શિક્ષક-રાષ્ટ્રની સંસ્કૃતિનો મધુર માળી “ ભારતના બીજા રાષ્ટ્રપતિ,પ્રખર ચિંતક,વિચારક,તત્વજ્ઞાની,ભારતીયસંસ્કૃતિના પુરસ્કર્તા, ભારતરત્ન,ઉતમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન ૫ સપ્ટેમ્બર –‘શિક્ષક્દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષક્ગણને સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે,તે હેતુથી આ દિવસ ઉજવાય છે. મદ્રાસ રાજ્યના તિરૂતની ગામના એક મધ્યમવર્ગીય બ્રાહ્મણકુટુંબમાં જન્મેલા રાધાકૃષ્ણને પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને માધ્યમિક શિક્ષણ તિરૂપતિમાં મેળવી,મદ્રાસની કોલેજમાં ઉચ શિક્ષણ મેળવ્યું હતું. દર્શનશાસ્ત્રમાં એમ.એ.કર્યું .ઈ.સ.૧૯૨૬માં ઓક્ષફડ યુનિ.માં અને ૧૯૨૭માં શિકાગો યુનિ.માં યોજાયેલ વ્યાખ્યાનમાળા માટે માનભર્યું આમંત્રણ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. એક શિક્ષક તરીકેની ઉત્તમ કારકિર્દી બાદ ભારતના