દિલ ની કટાર... -“અશ્લિલતા...વિચાર કે શૃંગાર?”

(20)
  • 6k
  • 2
  • 1.9k

દિલની કટાર...“અશ્લિલતા...વિચાર કે શૃંગાર?”અશ્લિલતા... એક એવો શબ્દ એમાં બે ભાવ હોય છે. કામવાસનાનો રસ અને અપમાનિત વાસનાનો ચરિત્ર ચિતાર..અશ્લિલતા સાચેજ ત્યારેજ અનુભવાય છે જ્યારે તમારી દ્રષ્ટિ કેવી છે... કહેવત છે “જેવી દ્રષ્ટિ એવી શ્રુષ્ટિ”. જેવી દ્રષ્ટિ કેળવીએ એવી તસ્વીર કે ચિત્ર નજર સામે આવે છે. પ્રેમવાસના કુદરતી છે એ અશ્લિલતા નથી કુદરતી પ્રક્રિયા છે. હવસ અને પ્રેમમાં ફરક ઘણો છે. સાચો પ્રેમ પ્રેમવાસનામાં પરોવાય છે એને નગ્નતા, કે અશ્લિલતામાં ના ખપાવી શકાય. ચરીત્રહીનતાની નગ્નતા અશ્લિલતા જરૂર છે.રસપ્રચુર નવલકથામાં પાત્રોમાં પ્રેમ દર્શાવાય છે, વાચકો એક વાત , વાર્તા અને પાત્રો સાથે પરોવાઈને વિવરણ વાંચીને મનોચક્ષુથી ચિત્રપટ જુએ છે. એમાં પ્રેમનાં કામવાસનાનાં દ્રશ્યો