પગરવ - 30

(102)
  • 4.7k
  • 7
  • 2.5k

પગરવ પ્રકરણ – ૩૦ સુહાની તો કૃતિને પોતાની બધી વાત કહીને સૂઈ ગઈ પણ આખી રાત કૃતિની ઉંઘ હરામ થઈ ગઈ. એ સુહાનીનાં માસુમ ચહેરા સામે જોઈને આટલી નાની ઉંમરમાં આ બધું થતું જોઈને આંસુ સારતી રહી. એને આખી રાત જાણે ઉંઘ ન આવી. માંડ આંખ મળે ત્યાં ફરી ફરી આવી જતો સુહાનીનો વિચાર એને હેરાન કરવા લાગ્યો. કૃતિ વિચારવા લાગી કે એ ઘરે બેઠાં તો સુહાનીને કેવી રીતે મદદ પણ કરી શકે‌.. અને સુહાનીએ આટલાં વિશ્વાસથી એને કહ્યું છે તો એ એનો વિશ્વાસ કેવી રીતે તોડે ?? જો એ ઘરે વાત કરે તો તો એને હવે પુણે જવાં