ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા- સાવિત્રીબાઈ ફુલે

(12)
  • 9.2k
  • 2
  • 1.4k

વ્યક્તિ પોતાના કર્મોથી મહાન બને છે. પરંતુ સામાન્ય માણસથી મહાન વ્યક્તિત્વ ધારણ કરવાનો જે રસ્તો છે એ ખુબ જ કંટકોની ભરેલો હોય છે.આ માર્ગ પર ચાલતી વખતે કોઈ પણ સાથે નથી હોતું. વ્યક્તિ મહાન ત્યારે બને જ્યારે તે પોતાને સંપૂર્ણ રીતે સમાજને સમર્પિત કરી દેતો હોય છે. પોતાની જાતને ઘસી નાખીને બીજાને સુખી કરીને સમાજમાં પરોપકારની સુવાસ ફેલાવવાવાળી વ્યક્તિઓ માટે કહેવાય છે કે," જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો, અન્યને સુખિયા કરે "