પરી - ભાગ-13

  • 2.6k
  • 2
  • 1.2k

" પરી " ભાગ-13 ક્રીશાને અહેસાસ થાય છે કે, " આઈ લવ હીમ..." અને પછી તો તે સવાર ક્યારે પડશે તેની રાહ જૂએ છે.. ક્રીશા: હવે કાલ ક્યારે પડશે...?? કાલે જ હું શિવાંગને મારી વાત કરીશ...!! અને ચહેરા પર એક સુખના સુકૂન સાથે શાંતિ થી સૂઇ જાય છે. હવે આગળ.... આજે ક્રીશા રોજ કરતાં થોડી વહેલી જ ઉઠી ગઇ હતી. પ્રેમ થાય એટલે જાણે ઊંઘ પણ ઉડી જાય છે. ક્રીશા ઓફિસ જવા માટે તૈયાર થઈ રહી હતી. આજે પેન્ટ, ટી-શર્ટને અલવિદા આપી તેણે મરુન અને બ્લેક કોમ્બીનેશનનો બાંધણીનો સુંદર ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે નાજુક-નમણી, પુરી ગુજરાતી છોકરી લાગતી હતી.