નકશાનો ભેદ - 10

(30)
  • 3.4k
  • 3
  • 1.4k

નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૦ : એ હસ્તાક્ષર કોના ? મનોજ... સોરી, ડિટેક્ટિવ મનોજના સ્વભાવની એક ખાસિયત છે. દરેક કામ એને સમુંસૂતર જોઈએ. પોતાની ધારણા મુજબ થવું જોઈએ. તેમાં જો જરાક આઘુંપાછું થાય, કશુંક વિઘ્ન આવે, તો એ ઢીલોઢસ થઈ જાય. ગઈ કાલ સાંજે એ શ્વાસભેર દોડ્યો હતો. રતનજી ભીમજી ઝવેરીની દુકાન સુધી દોડ્યો હતો. ગાંધી રોડના ઊંચા ઢાળ ઉપર એ દુકાન આવેલી હતી છતાં હાંફતો હાંફતો દોડ્યો હતો. અને જઈને જોયું તો દુકાન બંધ હતી ! નિરાશ તો એ જ વેળા એ થઈ ગયો હતો. પરંતુ હજુ આશાનું એક કિરણ બાકી હતું. સવારમાં જઈને રતનજી ભીમજીના વાણોતરના