સુંદરી - પ્રકરણ ૨૩

(89)
  • 4.9k
  • 7
  • 3.3k

ત્રેવીસ ડીયર ડાયરી, આજે એ ફરીથી મળ્યો, હા એ જ મારો સ્ટુડન્ટ વરુણ. ખબર નહીં પણ કેમ પણ આજકાલ એને મળવાનું ખૂબ થાય છે. ઉપરવાળાનો કોઈ ઈશારો તો નહીં હોય? હશે... આમ તો મારો સ્ટુડન્ટ છે એટલે એને વારંવાર મળવાનું થાય એ સ્વાભાવિક છે અને મળે છે પણ કોલેજ કે સ્ટડીના જ કોઈ ભાગરૂપે. કોલેજમાં તો એ દરરોજ લેક્ચરમાં વિધાઉટ ફેઈલ હોય જ છે. તે દિવસે ખૂબ વરસાદ હતો એટલે મને કોલેજથી જ ઘરે મુકવા આવ્યો હતો. આજે પુસ્તક મેળામાં એની રેફરન્સ બુક લેવા મળી ગયો એટલે એ પણ એની સ્ટડીને લીધે જ મળ્યોને? હા તે દિવસે અરુમાની સાથે