કૂબો સ્નેહનો - 48

(24)
  • 3.1k
  • 1
  • 1.2k

? આરતીસોની ? પ્રકરણ : 48 જીવાઈ રહેલી ચઢાવ ઉતાર ભરી ક્ષણોમાં બે શબ્દ વચ્ચે કશું નહીં લખાયેલી સ્પેસમાં પોતાની જગ્યા શોધીને મલકાતા રહેવું એ એક સુલેખન કળા છે.. સઘડી સંઘર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ દિક્ષા અને અમ્મા હૉસ્પિટલ જવા નીકળ્યાં. પાંચ-પાંચ છ-છ લેનના મોટા રોડ અને એક એક્ઝિટમાંથી બીજી એક્ઝિટમાં સડસડાટ નેવુંથી સૉની માઇલે કાર ડ્રાઇવ કરી રહેલી દિક્ષાને અમ્માએ ગભરાઈને ધીમેથી ચલાવવા કહ્યું, "દિક્ષા વહુ ધીરેથી ચલાવો.. આટલી બધી જડપે ચલાવવાથી અકસ્માત થઈ જાય !!" "અમ્મા.. અહીં તો અમુક સ્પીડે કાર ચલાવવી જ પડે, નહિંતર એક્સિડન્ટ થઈ શકે છે.. અને બહુ ધીરે ધીરે ચલાવવાથી પોલીસ ઊભા રાખી