વિધવા હીરલી - 11

(16)
  • 2.9k
  • 3
  • 1.2k

ચોમેર સુકાઈને ખાખ થતાં વગડમાં,પાણીના એક એક ટીપા માટે તરસતી ધરતી પોતાની રજની ડમરીઓ હવામાં ઉડાવી રહી હતી. બધી જ બાજુ નજર માંડતા લાગતું કે ભર ચોમાસે રણ વાવ્યું હોઈ. પરંતુ મરુસ્થલમાં સ્ત્રીઓ રંગબેરંગી વસ્ત્રો સજીધજીને વસંતને ખીલવી રહી હતી.પાવાના નાદથી ગુંજવતા મેળામાં, ચારેબાજુ માનવમહેરામણથી ઉમટી રહ્યું હતું. જ્યાં માનવ પોતાનું મન મૂકીને માલે એટલે તે મેળો. " બાંધણી લો,કેડિયું લો , ઘરનો શણગાર લો........" શોરબકોરમાં પણ કર્ણપ્રિય મધુર સ્વર પોતાની તરફ ખેંચતો હતો.હાથ વણાટ વડે ગુંથાયેલા વસ્ત્રો અને શણગાર દૂરથી જ નજરમાં સમાય જતાં હતા.એ હાટડીની આજુબાજુ શહેરીજનોની ભીડ લાગી હતી