સુંદરી - પ્રકરણ ૨૬

(93)
  • 5.5k
  • 5
  • 3.3k

છવીસ “કેમ કૃણાલભાઈ ક્યાં ગયા?” ગાંધીનગર જવાના બસ સ્ટેન્ડ પર પોતાને મુકવા આવી રહેલા વરુણને સોનલબાએ પૂછ્યું. “એ બળતરાને મેં ઘરે મોકલી દીધો.” વરુણ હસતાં હસતાં બોલ્યો. “એય! એમ ના કે’ હોં મારા ભાઈને!” સોનલબાના ચહેરા પર પણ સ્મિત હતું. “મારે તમને જે વાત કરવી છે એ એવી છે કે જેમાં કૃણાલીયાનું કોઈજ કામ નથી.” વરુણે સ્પષ્ટતા કરી. “અચ્છા... મતલબ કે સુંદરી મેડમને લગતી જ કોઈ વાત લાગે છે.” સોનલબાએ તાળો મેળવી લીધો. સોનલબાના બોલવાની સાથેજ વરુણ ચાલતાં ચાલતાં રોકાઈ ગયો અને આસપાસ તેમજ આગળ પાછળ જોવા લાગ્યો. “કેમ રોકાઈ ગયો ભઈલા? અને આમ કેમ કરે છે?” સોનલબા પણ રોકાયા