સૂર, સાદગી અને સંઘર્ષનો ત્રિવેણી સંગમ :- કિરણ પ્રજાપતિ

  • 2.4k
  • 1
  • 480

સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ, સૌરાષ્ટ્ર એટલે વિરભૂમી, જ્યાં ભૂચર મોરીના યુદ્ધમાં હજારો ક્ષત્રિયોએ પોતાના ક્ષાત્રધર્મ ખાતર શહીદી વ્હોરી હતી, સૌરાષ્ટ્ર એટલે ગરજતાં સાવજોની ભૂમિ, સૌરાષ્ટ્ર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભૂમિ અને આજ સૌરાષ્ટ્રમાં આવેલો રાજકોટ જિલ્લો જે પોતાની જાહોજલાલી માટે પ્રખ્યાત છે. આ જ રાજકોટ જિલ્લો પોતાની અંદર સમૃદ્ધ ઇતિહાસ સમાવીને બેઠો છે. આ જ રાજકોટ જિલ્લામાં સંત શિરોમણી જલારામ બાપાનું વીરપુર ધામ આવેલું છે. રાજકોટના પેંડા ખુબ જ પ્રખ્યાત છે અને આ જ રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકામાં આવેલું એક નાનકડું લાલાવદર ગામ એટલે કિરણ પ્રજાપતિનું ગામ. આ જ