તરસ પ્રેમની - ૬૦

(66)
  • 6.2k
  • 6
  • 1.9k

રજત મેહાને કાનમાં ધીમેથી કહે છે "ઘરે જઈ આવ. પછી તો હું તને જવા જ નહીં દઉં. સાંજે ઑફિસેથી છૂટી તને લેવા આવીશ. તૈયાર રહેજે." મેહા ઘરે પહોંચી. મેહા પોતાના રૂમમાં ગઈ. મેહા એક પ્રકારની રાહત અનુભવી રહી હતી. મેહાને હવે શાંતિનો અનુભવ કરી રહી હતી. મેહાને જે જોઈતું હતું તે મળી ગયું. મેહાને ગઈકાલની રાત યાદ આવી. મેહા રજતની મીઠી યાદોમાં ખોવાઈ ગઈ. મેહાને થોડું આશ્ચર્ય તો થયું કે ગઈ કાલે તો મારી અને રજતની સુહાગરાત હતી. તો રજત મારી નજીક કેમ ન આવ્યો. કદાચ રજત મને એટલો પ્રેમ કરે છે કે મને સ્હેજ પણ તકલીફ આપવા નથી માંગતો.