સાધના

(28)
  • 3.7k
  • 1.1k

વાર્તા- સાધના લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 સૂરજનગર રેલ્વે સ્ટેશને લોકલ ટ્રેન ધીરે ધીરે પ્લેટફોર્મ પર ઊભી રહી.બપોરે ચાર વાગ્યાનો સમય હતો.ટ્રેનમાં ખાસ મુસાફરો નહોતા એટલે ચા નાસ્તાની લારીઓ વાળાઓને ખાસ ઘરાકી નહોતી.સૂરજનગર સ્ટેશને આખા દિવસમાં ત્રણ ટ્રેન ઊભી રહેતી.એક સવારે વહેલી છ વાગ્યે,એક બપોરે ચાર વાગ્યે અને એક રાત્રે નવ વાગ્યે. આજની ટ્રેનમાંથી ઉતરનાર પેસેન્જરમાં બે જાજરમાન મહિલાઓ હતી.એક પાંત્રીસેક વર્ષની મહિલા હતી જેણે લેટેસ્ટ ફેશનેબલ ડ્રેસ પહેર્યો હતો અને બીજી મહિલા પચાસ વર્ષની હશે એણે અત્યંત મોંઘી સાડી પહેરી હતી અને દાગીના પહેર્યા હતા.સ્ટેશન માસ્તર પણ નવાઇ પામ્યા કે આવડા નાનકડા ગામમાં આવી જાજરમાન અને શ્રીમંત મહિલાઓને કદી