સુંદરી - પ્રકરણ ૨૭

(89)
  • 4.6k
  • 5
  • 3.1k

સત્યાવીસ “વ્હોટએવર ટોક યુ વોન્ટ ટુ ડૂ, ડૂ ઈટ આઉટ સાઈડ ધ કેબીન.” જયરાજે સુંદરી અને વરુણને એણે જ ઉભા કરેલા કોયડામાંથી બહાર નીકળી જવાનો મોકો આપી દીધો. સુંદરીના ચહેરા પર થયેલી હાશ વરુણને સ્પષ્ટ દેખાઈ રહી હતી. સુંદરીએ વરુણને પોતાની આંખોના ઈશારે કેબીન જ નહીં પરંતુ પ્રોફેસર્સ રૂમની બહાર ચાલવાનું કહ્યું. વરુણ સુંદરીની આંખોને જ જોઈ રહ્યો. સુંદરીને એમ લાગ્યું કે વરુણને તેનો ઈશારો સમજાયો નથી એટલે તેણે પોતાનો મરોડદાર હાથ લાંબો કરીને અને પોતાની હથેળીને ઘુમાવીને વરુણને બહાર જવાનો ફરીથી ઈશારો કર્યો. વરુણ માટે તો સુંદરીની આ અદા પણ સહન થાય તેવી ન હતી પરંતુ તે એટલું સમજ્યો